Last Updated on March 11, 2021 by
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ થઇ ગયો છે અને પ્રથમ તબક્કાના મતદાન માટે ફોર્મ ભરાવવાનું ચાલુ છે. આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી આજે નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક દુર્ઘટનાનો ભોગ બન્યા છે.મમતાએ જણાવ્યું હતું કે મારી કારનો દરવાજો ખુલ્લો રાખી મારી કારની બહાર ઉભી હતી ત્યારે કેટલાક લોકો મારી કાર પાસે આવ્યા હતાં અને તેમણે મારી કારના દરવાજાને ધક્કો માર્યો હતો. જેના કારણે કારનો દરવાજો મારા પગ સાથે અથડાતા મારા પગન ઇજા થઇ છે.
#WATCH West Bengal CM Mamata Banerjee in Nandigram says she has suffered an injury in her leg after few people pushed her when she was near her car pic.twitter.com/D1l00MU7xw
— ANI (@ANI) March 10, 2021
મમતા તમામ કાર્યક્રમો રદ કરી કોલકાતા પહોંચ્યા
મમતાએ વધુમાં જણાવ્યું હતું કે આ ઇજાના કારણે મારા પગમાં સોજો આવી ગયો છે અને દુખાવો થઇ રહ્યો છે. આ ઘટના બની ત્યારે સ્થાનિક પોલીસનો એક પણ કર્મચારી હાજર ન હતો.
નંદીગ્રામમાં આ હુમલો થયા પછી તે તાત્કાલિક કોલકાતા જવા રવાના થઇ ગયા હતાં. નંદીગ્રામમાં રાત રોકાવાની તેમની યોજના હતી પણ આ ઘટના પછી તેમણે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતાં.
ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હોવા છતાં તેમની સાથે બનેલી આજની ઘટનાથી સૌને આશ્ચર્ય થયો છે. આ ઘટના પછી મમતા બેનર્જીએ જણાવ્યું છે કે મારા પર ઇરાદાપૂર્વક હુમલો કરાવવામાં આવ્યો છે.
Nandigram: West Bengal CM Mamata Banerjee says she has suffered an injury in her leg after few people pushed her as when she was near her car pic.twitter.com/wx69lVdsbB
— ANI (@ANI) March 10, 2021
ઝેડ પ્લસ સુરક્ષા છતાં આવું કેમ બન્યું તે આશ્ચર્ય, સીબીઆઇ તપાસ કરાવો : ભાજપ
બીજી તરફ ભાજપે પોલીસ અને વહીવટી તંત્ર પર પ્રહાર કરતા જણાવ્યું હતુંક ે આ ઘટના બની ત્યારે પોલીસ શું કરી રહી હતી. મુખ્યપ્રધાનની સુરક્ષામાં તૈનાત કર્મચારીઓ શું કરી રહ્યાં હતાં. ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીય જણાવ્યું હતું કે મમતા સહાનુભૂતિ મેળવવા માટે આ બધું કરાવી રહ્યાં છે. તેમણે આ ઘટનાની સીબીઆઇ તપાસ કરાવવાની માગ કરી છે. મમતાએ વધુમાં જણાવ્યું છે કે વિજયવર્ગીય વિરૂદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31