GSTV
Gujarat Government Advertisement

બંગાળની સૌથી હાઈપ્રોફાઈલ સીટ: મમતાએ પોતાની સીટ છોડી નંદીગ્રામ શા માટે પસંદ કર્યું, ઈતિહાસમાં પણ આ બેઠક રહી છે ચર્ચાનો વિષય

Last Updated on March 10, 2021 by

અત્યારે સમગ્ર દેશની નજર એકમાત્ર બંગાળની ચૂંટણી પર છે. પરંતુ જ્યારથી મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારથી નંદીગ્રામ સૌથી વધુ ચર્ચિત બેઠક બની ગઇ છે. કેમકે અહીં મમતાનો મુકાબલો તેમના જ પૂર્વ સાથીદાર શુભેન્દુ અધિકારી સાથે થશે. પરંતુ આખરે શા માટે મમતાએ પોતાની ભવાનીપુર બેઠક છોડી નંદીગ્રામની પસંદગી કરી. શું છે નંદીગ્રામ બેઠકનું ખાસ મહત્વ. આવો જોઇએ આ ખાસ અહેવાલમાં…

મમતા બેનર્જીની જાહેરાત બાદ ચર્ચાનું કેન્દ્ર બન્યું

નંદીગ્રામમાં જંગી જનમેદનીને સંબોધન કરતી વખતે મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આ વાત કહી ત્યારે ઉપસ્થિત લોકોએ ચિચિયારીઓ સાથે તેમના આ નિવેદનને વધાવી લીધુ હતું. પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં આવેલું નંદીગ્રામ આજે સમગ્ર દેશની ચર્ચાનું કેન્દ્ર છે, કેમ કે મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની જાહેરાત કરી ત્યારથી જ બંગાળની રાજનીતિમાં ભારે હલચલ મચી ગઇ છે.

મમતાનો માસ્ટર સ્ટ્રોક

રાજકીય નિષ્ણાંતો મમતા બેનર્જીના આ નિર્ણયને માસ્ટર સ્ટ્રોક ગણાવી રહ્યા છે. આમ તો મમતા પોતાના લાંબી રાજકીય કારકિર્દીમાં અનેક ચોંકાવનારા નિર્ણયો લેવા માટે પ્રખ્યાત રહ્યા છે. પરંતુ નંદીગ્રામથી ચૂંટણી લડવા પાછળ દીદી પાસે એક નહીં પરંતુ અનેક કારણો છે. નંદીગ્રામ એ ફક્ત એક ગામનું નામ નથી, પરંતુ સમગ્ર બંગાળની રાજનીતિમાં પરિવર્તનનું પ્રતિક છે. વર્ષ 2007માં જમીન અધિગ્રહણ વિરૂદ્ધ થયેલું આંદોલન અને આંદોલનકારીઓ પર પોલીસે કરેલા ફાયરિંગમાં 14 લોકોના મોતને કારણે નંદીગ્રામનું નામ ફક્ત ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જાણીતું બન્યું હતું. આ આંદોલને બંગાળમાં દાયકાઓથી ચાલી રહેલા ડાબેરીઓના શાસનના અંતનો આરંભ કર્યો, તેમજ મમતા બેનર્જીને સત્તા મેળવવાની રાહ પણ ખોલી આપી.

પોતાના જ પૂર્વ સાથી સામે ટક્કર

હવે 14 વર્ષ બાદ નંદીગ્રામ ફરી ચર્ચામાં છે. પરંતુ હાલના સમયમાં નંદીગ્રામના મહત્વનું કારણ બીજું છે. ક્યારેક મમતાના રાઇટ હેન્ડ ગણાતા જે શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ આંદોલનની રૂપરેખા ઘડી હતી, તે જ શુભેન્દુ અધિકારી સામે હવે મમતાનો સીધો મુકાબલો છે. આમ તો મમતા બેનર્જી દક્ષિણ કોલકાત્તાના ભવાનીપુરથી ચૂંટણી લડતા આવ્યા છે. પરંતુ આ વખતે નંદીગ્રામ બેઠકની પસંદગી કરવાનું એક કારણ એ પણ છે કે ભવાનીપુર બેઠક પર કદાચ તેની રાહ એટલી આસાન પણ નહોતી.

મમતા માટે આ બેઠક અતિ મહત્વની સાબિત થશે

વર્ષ 2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે ભવાનીપુર વિધાનસભામાં વિસ્તારમાં તૃણમુલ કોંગ્રેસ પર 0.13 ટકા જેટલી મામૂલી પણ મહત્વની સરસાઇ મેળવી હતી. જોકે વર્ષ 2016માં ફરી મમતા બેનર્જી અહીં ભારે સરસાઇ સાથે જીત્યા હતા. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં ટીએમસીને ભાજપ સામે ફક્ત 2 ટકાની જ સરસાઇ મળી હતી. આવા સંજોગોમાં મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણી લડવાનું કોઇ જોખમ ઉઠાવવા માંગતા નહોતા. વળી નંદીગ્રામ સાથે તેમનો ખાસ લગાવ પણ રહ્યો છે. આથી જ જ્યારે અન્ય બેઠક પર ચૂંટણી લડવાનો વિચાર કર્યો. તો મમતાના મનમાં આવ્યું ફક્ત એક જ નામ… નંદીગ્રામ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33