GSTV
Gujarat Government Advertisement

ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારીની 200 કરોડના કૌભાંડમાં ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

Last Updated on March 10, 2021 by

સાંતેજ પોલીસે 200 કરોડના કૌભાંડમાં ગુજરાતની ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારીની ધરપકડ કરી છે. શૈલેષ ભંડારી પર પોતાના ભાઇની જ ખોટી સહીઓ કરી મિલકત પચાવી પાડવાનો આરોપ છે. થોડાં દિવસ પહેલાં GST ના દરોડામાં ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે પણ શૈલેષ ભંડારીની ધરપકડની કરવામાં આવી છે.

electrotherm

શૈલેષ ભંડારીએ ખોટી સહીઓ કરીને મિલકતો પચાવી પાડવા માટે કાવતરું રચ્યું હોવાની ફરિયાદ

ગયા વર્ષે શૈલેષ ભંડારી અને તેમના બીજા ભાઇઓ પર ઇલેક્ટ્રોથર્મના સ્થાપક મુકેશ ભંડારીની બોગસ સહીઓ કરી 480 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યાનો પર્દાફાશ થયો હતો. શૈલેષ ભંડારીના ભાઈ મુકેશ ભંડારી વિદેશ ગયા હતા ત્યારે તેમના ભાઈ શૈલેષ ભંડારીએ ખોટી સહીઓ કરીને મિલકતો પચાવી પાડવા માટે કાવતરું રચ્યું હોવાની ફરિયાદ મુકેશ ભંડારીએ નોંધાવી છે. હાલમાં આરોપી શૈલેષ ભંડારીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.

electrotherm
અગાઉ આ જથ્થો મળી આવ્યો હતો

અગાઉ GST વિભાગના અધિકારીઓની રેડમાં દારૂનો જથ્થો મળી મળી આવ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પાલોડીયા ગામે આવેલી ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં થોડાંક દિવસો અગાઉ GST વિભાગના અધિકારીઓએ દરોડો પાડ્યા હતાં અને પાર્કીંગમાં રહેલા ટ્રકમાં તપાસ કરતાં દસ્તાવેજોની સાથે દારૂનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા અને આ મામલે સાંતેજ પોલીસને જાણ કરતાં આ ટ્રકમાંથી મોંઘીદાટ અલગ-અલગ રર0 બ્રાન્ડનો 33.71 લાખનો દારૂ પણ મળી આવ્યો હતો.

જે અંતર્ગત કંપનીના માલિક સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને દારૂ ક્યાંથી આવ્યો અને કેમ લવાયો હતો તે જાણવા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે 33.71 લાખના આ દારૂના જથ્થાને જપ્ત કરીને કંપનીના માલિક શૈલેષભાઈ ભંવરલાલ ભંડારી રહે, બંગલા નં.08, વ્રજગોપી બંગલો, પાલોડીયા મુળ 129-130 જયંતિલાલ પાર્ક, આંબલી-બોપલ રોડ, અમદાવાદ સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. ત્યારે તાજેતરમાં જ સાંતેજ પોલીસે 200 કરોડના કૌભાંડમાં ગુજરાતની ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારીની ધરપકડ કરી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33