GSTV
Gujarat Government Advertisement

ઉત્સવપ્રિય સરકાર/ મહોત્સવો પાછળ ફૂંકી માર્યા પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા, આંકડાઓ જાણશો તો હચમચી જશો

Last Updated on March 10, 2021 by

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્ય સરકારે મહોત્સવોમાં કરોડો રૂપિયા વાપર્યા છે. કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નના જવાબમાં સરકારનો જવાબ આપતા કહ્યું કે રણોત્સવ, પતંગોત્સવ, નવરાત્રી જેવા મહોત્સવો પાછળ રાજ્ય સરકારે કરોડોનો ખર્ચો કર્યો છે, તો સામે કોરોનાકાળમાં માસ્કના નામે કરોડો રૂપિયાના ઉઘરાણા પણ કર્યા છે. ત્યારે આ ખર્ચ કેટલો છે તેની વાત કરીએ તો નવરાત્રી મહોત્સવ પાછળ ૪૪ કરોડ ૬૮ લાખ રુપિયા, રણોત્સવમાં ૨૧ કરોડ ૫૫ લાખ, પતંગોત્સવ માં ૩૩ કરોડ ૭૮ લાખ વાપર્યા છે. તો રાજ્ય બહારના વિદેશી મહેમાનોની સરભરા માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરાયો છે. જેમાં નવરાત્રિ મહોત્સવ દરમ્યાન વિદેશી મહેમાનો પાછળ ૧.૨૪ કરોડનો ખર્ચ, રણોત્સવમાં ૬૧ લાખ રુપિયાનો વિદેશી મહેમાન માટે ખર્ચ, પતંગોત્સવ દરમિયાન ૭.૩૮ કરોડનો વિદેશી મહેમાન માટે ખર્ચ કરાયો છે.

મહોત્સવ પાછળ ખર્ચ

  • નવરાત્રી- ૪૪,૬૮,૦૦,૦૦૦
  • રણોત્સવ -૨૧,૫૫,૦૦,૦૦૦
  • પતંગોત્સવ- ૩૩,૭૮,૦૦,૦૦૦

વિદેશી મહેમાનો પાછળ ખર્ચ

  • નવરાત્રી- ૧,૨૪,૦૦,૦૦૦
  • રણોત્સવ- ૬૧,૦૦,૦૦૦
  • પતંગોત્સવ- ૭,૩૮,૦૦,૦૦૦

દંડ વસૂલાયો

  • ગુજરાતના નાગરીકો પાસેથી મોંઘવારી અને મંદીના સમયમાં કુલ ૧૬૮ કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો
  • અમદાવાદ ૨ લાખ ૭૧ હજાર ૬૨૧ નાગિરકો પાસેથી દંડ વસૂલાયો
  • સુરતમાં ૧ લાખ ૮૭ હજાર ૭૮૭ લોકો

દંડના નામે જનતાને ખંખેરી લીધી

તો સામે ગુજરાતના નાગરીકો પાસેથી મોંઘવારી અને મંદીના સમયમાં કુલ 168 કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો છે.જેમાં સૌથી વધુ અમદાવાદ 2 લાખ 71 હજાર 621 નાગરિકો પાસેથી દંડ વસૂલાયો છે.તો સુરતમાં 1 લાખ 87 હજાર 787 લોકો પાસેથી જ્યારે વડોદરામાં 73 હજાર 599 લોકો પાસેથી, જ્યારે રાજકોટના 1 લાખ 6 હજાર 841 લોકો પાસેથી માસ્કના નામે દંડ ઉઘરાવાયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33