Last Updated on March 10, 2021 by
પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા ભાજપ નેતા અને અભિનેતા મિથુન ચક્રવર્તીને ગૃહ મંત્રાલયે Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. મિથુન ચક્રવર્તી હાલમાં જ ભાજપમાં સામેલ થયાં હતા. આજે તેમને Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. મિથુનને Y પ્લસ કેટેગરીની સુરક્ષા CISF તરફથી આપવામાં આવશે.
આટલા જવાનો રહેશે તૈનાત
સામાન્ય રીતે આ પ્રકારની સુરક્ષામાં આર્મ્ડ પોલીસના 11 કમાન્ડો તૈનાત કરવામાં આવે છે. જેમાંથી 58 પોલીસના સ્ટેટિક જવાન વીઆઈપીની સુરક્ષા માટે તેમના ઘરની આજુબાજુ રહે છે. સાથે જ 6 પીએસઓ ત્રણ શિફ્ટમાં સુરક્ષા આપે છે.
ચૂંટણી ટાણે નેતાઓની સુરક્ષામાં કર્યો વધારો
મિથુનને Y પ્લસ કેટેગરીની સુરક્ષા આપવા પહેલા બંગાળમાં લગભગ 60 નેતાઓને ચૂંટણી પૂર્વે એક્સ અને વાઈ કેટેગરીની સુરક્ષા ગૃહ મંત્રાલય આપી ચુક્યું છે. આ તમામ સુરક્ષા ગત 1 મહિનામાં ગૃહ મંત્રાલય તરફથી પશ્ચિમ બંગાળના નેતાઓને આપવામાં આવી છે.
ચૂંટમી પહેલા થયેલી હિંસાઓને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે અનેક નેતાઓને સુરક્ષા આપી હતી. આ કડીમાં આજે વધુ બે નેતાઓને સુરક્ષા પ્રદાન કરી છે જેમાં મિથુન ચક્રવર્તી અને ભાજપના સાંસદ નિશિકાંત દુબે સામેલ છે. બંગાળમાં ચૂંટણી દરમિયાન નિશિકાંત દુબેને Y કેટેગરીની સુરક્ષા મળશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31