GSTV
Gujarat Government Advertisement

આઇ.કે.જાડેજાની કોર્પોરેટરોને આકરી ટકોર, કહ્યું ‘સોશિ. મીડિયાનો ઉપયોગ સારો પણ આ વાતનું ધ્યાન રાખજો નહીં તો…’

Last Updated on March 10, 2021 by

અમદાવાદ મહાનગરપાલિકાના પાંચ પદાધિકારીઓની નિમણૂંક પ્રસંગે હાજર રહેલા આઇ. કે. જાડેજાએ કોર્પોરેટરોને મીડીયા તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બાબતે ટકોર કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ‘સોશિયલ મીડિયાનો ઉપયોગ સારો છે. પરંતુ તેનો ઉપયોગ ક્યારેક તમને ઉપર લઈ જાય છે તો ક્યારેક નીચે પણ લઈ જાય છે. કેટલાંક કાઉન્સિલરોની સોશિયલ મીડિયામાં કોઇને કોઇ રીતે ટીકા કરાતા ટિકીટ વખતે અસર થઇ હતી.’ વધુમાં તેઓએ કોર્પોરેટરોને સૂચના આપી હતી કે, ‘આગામી પાંચ વર્ષ સુધી જમીન ઉપર રહીને જ કામગીરી કરવી.’ ઉલ્લેખનીય છે કે પૂર્વ મેયર બીજલ પટેલ મીડીયા તેમજ સોશિયલ મીડીયામાં હંમેશા વિવાદમાં રહ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 6 એ 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપના કોર્પોરેટરો ચૂંટાઇ આવતા આજે આઇ. કે. જાડેજાએ કોર્પોરેટરોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા ટકોર કરી હતી. જેમાં ચેતવણી પણ આપી હતી. અત્રે નોંધનીય છે કે, આજે અમદાવાદ, ભાવનગર અને વડોદરાને નવા મેયર, ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ વરણી કરી દેવાઇ છે.

જેમાં વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમારના નામની જાહેરાત કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે ગીતાબેન પરમારની નિયુક્તિ કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે હિતેશ બારોટના નામની જાહેરાત કરવામાં આવી છે. પક્ષના નેતા તરીકે ભાસ્કર ભટ્ટનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે ભાવનગરના 21માં મેયર તરીકે કીર્તિબેન દાણીધરીયા, ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ધીરુભાઈ ધામેલીયા તેમજ પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલ અને દંડક પંકજસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે.

બીજી બાજુ વડોદરામાં કેયુર રોકડીયાને નવા મેયર તરીકે, નંદાબેન જોશીની ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવી છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33