Last Updated on March 10, 2021 by
હરિયાણામાં ભાજપ-જેજેપીની સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઈ શક્યો નથી. ખટ્ટર સરકારના પક્ષમાં 55 અને વિપક્ષમાં 32 વોટ જ પડ્યા હતા.
No confidence motion against Haryana government defeated in the Assembly. pic.twitter.com/mVCApJL7s0
— ANI (@ANI) March 10, 2021
વિધાનસભામાં પક્ષ અને વિપક્ષ વચ્ચે જોરદાર હોબાળો થયો હતો. પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કેટલાય ગંભીરો આક્ષેપો લગાવ્યા હતા. હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને જોરદાર અવાજમાં જવાબમાં આપ્યો હતો. કૃષિ કાયદા પર પણ પોતાનો મત રજૂ કર્યો હતો. ખટ્ટરને જણાવ્યુ હતું કે, ખેડૂતો ફાયદામાં રહેશે. જ્યારે કોંગ્રેસે આ મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો.
હરિયાણા વિધાનસભાનું ચિત્ર
અપક્ષ ધારાસભ્ય નયન પાલ રાવતે સરકારનું સમર્થન કરતા કોંગ્રેસને ધોઈ નાખી હતી. હરિયાણાની 90 સભ્યોવાળી વિધાનસભામાં હાલમાં ધારાસભ્યોની કુલ સંખ્યા 88 છે. જેમાં સત્તાધારી ભાજપ પાસે 40 સભ્યો, જેજપી પાસે 10 અને કોંગ્રેસ પાસે 30 સભ્યો છે. સાત અપક્ષ ઉમેદવારો માથી 5 ભાજપ અને જેજેપી સાથે છે. એક સભ્ય હરિયાણા લોકહિત પાર્ટીના છે. જેને સરકારને સમર્થન આપેલુ છે. હરિયાણા વિધાનસભામાં બુધવારે કોંગ્રેસ પાર્ટી દ્વારા સત્તાધારી પાર્ટી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ જણાવ્યુ હતું કે, સત્તાધારી પાર્ટીએ લોકોનો વિશ્વાસ ખોઈ નાખ્યો છે.
અધ્યક્ષે વિપક્ષનો પ્રસ્તાવ સ્વિકાર કર્યો
પ્રશ્નકાળ સમાપ્ત થયા બાદ અધ્યક્ષે મંત્રીમંડળ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને સ્વિકાર કરી અને તેના પર ચર્ચા માટે બે કલાકનો સમય આપ્યો. વિધાનસભા અધ્યક્ષે જણાવ્યુ હતું કે, મને વિપક્ષના નેતા તરફથી અને અન્ય 27 ધારાસભ્યો તરફથી અવિશ્વાસનો પ્રસ્તાવ મળ્યો છે.
ખટ્ટરે તો ઉલ્ટાનું કોંગ્રેસનો આભાર માન્યો
વોટિંગ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, આ પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસનો અભાર. કોંગ્રેસની મૃગતૃષ્ણા ક્યારેય સંતોષાવાની નથી. ખટ્ટરે કહ્યું કે, નો કોન્ફિડેન્સ કોંગ્રેસની સંસ્કૃતિ છે. જ્યારે પાર્ટી ચૂંટણી હારે છે તો તેને ઈવીએમ પર વિશ્વાસ નથી હોતો, સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા માંગે છે. જો કોંગ્રેસ સત્તામાં રહે છે તો બધુ જ યોગ્ય છે. પરંતુ જો ભાજપ સત્તામાં છે તો યોગ્ય નથી.
આવું છે વિધાનસભાનું સંખ્યાબળ
ઉલ્લેખનિય છે કે, 90 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપના 40 ધારાસભ્યો છે. ભાજપ પાસે જેજેપીના 10 અને પાંચ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. કોંગ્રેસ પાસે 31 ધારાસભ્યો છે. વિધાનસભામાં બે સીટો ખાલી છે. હાલ બહૂમતિનો આંકડો 45 છે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ તરફથી બુધવારે ભાજપ-જેજેપી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી હતી.
જો કે, હરિયાણામાં ભાજપ-જેજેપીની સરકાર વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઈ શક્યો નથી. ખટ્ટર સરકારના પક્ષમાં 55 અને વિપક્ષમાં 32 વોટ જ પડ્યા હતા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31