Last Updated on March 10, 2021 by
ઉત્તરાખંડના ગઢવાલથી ભાજપના સાંસદ તીરથ સિંહ રાવતે મુખ્યમંત્રી પદના શપથ લીધાં છે. તેઓ ઉત્તરાખંડના 11માં મુખ્યમંત્રી બન્યા છે. ઉત્તરાખંડમાં અત્યાર સુધીમાં 9 લોકો મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ ચુક્યાં છે. તેમને બુધવારે દેહરાદૂનમાં ભાજપા ધારાસભ્ય દળની બેઠકમાં પાર્ટીના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં.
Dehradun: Tirath Singh Rawat takes oath as Chief Minister of Uttarakhand pic.twitter.com/Y9U7ZAQiHl
— ANI (@ANI) March 10, 2021
વડાપ્રધાન મોદીએ શુભકામના આપી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીરથ સિંહ રાવતને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદની શપથ લેવા પર શુભકામના પાઠવી. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, તેઓ પોતાની સાથે વિશાળ પ્રશાસનિક અને સંગઠનાત્મક અનુભવ લાવે છે. મને વિશ્વાસ છે કે તેમના નેતૃત્વમાં રાજ્ય પ્રગતિની નવી ઉંચાઈઓને સ્પર્શશે.
Congratulations to Shri @TIRATHSRAWAT on taking oath as the Chief Minister of Uttarakhand. He brings with him vast administrative and organisational experience. I am confident under his leadership the state will continue to scale new heights of progress.
— Narendra Modi (@narendramodi) March 10, 2021
તીરથ સિંહ રાવતે ભાજપ હાઈકમાન્ડનો આભાર માન્યો
રાજ્યના મુખ્યમંત્રી તરીકે પસંદ થયા બાદ તીરથ સિંહ રાવતે કહ્યું કે, તેઓ સૌને સાથે લઈને કામ કરશે, તેમણે કહ્યું કે તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે, તેનું નિર્વહન તેઓ પુરી નિષ્ઠા સાથે કરશે. તેમણે કહ્યું, પાર્ટીએ મને આ તક આપી છે અને તે માટે હું પાર્ટી નેતૃત્વનો ખુબ આભારી છું.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31