Last Updated on March 10, 2021 by
ઉત્પાદક મથકોના તથા દરિયાપારના તેજી તરફી સમાચારો પાછળ આજે દેશના તેલ તેલિબીયા બજારમાં આગ ઝરતી તેજીનો માહોલ ઉભો થયો હતો. જેમાં અમદાવાદ તેલિબીયા બજાર ખાતે સિંગતેલના ભાવ ડબા દીઠ રૂપિયા ૩૦ વધીને ૨૬૦૦ની નજીક પહોંચ્યા હતા જ્યારે કપાસીયા તેલના ડબો રૂપિયા ૨૦ વધીને ૨૧૦૦ની સપાટીએ પહોંચી ગયા હતા. સામાન્ય માનવી માટે હાલમાં તેલનો ડબો લાવવો અઘરો પડી રહ્યો છે. 2000થી નીચે એક પણ તેલનો ડબો મળી રહ્યો નથી. 1500થી 1700માં વેચાતા સિંગતેલના ડબાનો ભાવ 2600એ પહોંચ્યો છે. તેલિયા રાજાઓ બેફામ બન્યા છે. ગુજરાત સરકારના 4 હાથ હોવાથી સતત ભાવ વધી રહ્યાં છે. મગફલીના બમ્પર ઉત્પાદન છતાં સતત વધતા ભાવથી હવે ગરીબોએ તો તેલના બદલે પાણીમાં વઘાર કરવો પડશે એ દિવસો દૂર નથી.
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં સાર્વત્રિક તેજી આગળ વધી હતી. વિશ્વ બજારમાં સોયાબીનના ભાવ ઉછળી સાત વર્ષની નવી ઉંચે ટોચે પહોંચ્યાના સમાચાર હતા. ઘરઆંગણે હાજર પાછળ વાયદા બજારમાં પણ ભાવ ઉંચા આજે બોલાઈ રહ્યા હતા. અમદાવાદ તેલીબીયા બજારમાં પણ આજે ખાદ્ય તેલોના ભાવમાં તોતીંગ ઉછાળા નોંધાયા હતા. આજે સિંગતેલનો જૂનો ડબો રૂ. ૨૪૦૦ અને નવો ડબો રૂ. ૨૫૬૦/૨૫૯૦ મુકાતો હતો. કપાસીયા તેલનો જૂનો ડબો રૂ. ૨૦૦૦ અને નવો ડબો રૂ. ૨૦૩૦/૨૧૦૦ મુકાતો હતો. સોયાબીનનો નવો ડબો રૂપિયા ૫૦ વધીને રૂ. ૨૦૫૦/૨૧૫૦ અને પામોલીન જૂનો ડબો રૂ. ૧૯૨૦/૧૯૫૦, વનસ્પતિ ઘી, ૧૬૦૦/૨૦૦૦, સનફ્લાવર રૂપિયા ૧૦૦ વધીને ૨૩૦૦/૨૫૦૦ અને મકાઈ તેલ રૂ. ૧૯૦૦ની સપાટીએ રહ્યું હતું.
દરમિયાન, મુંબઈ તથા ઉપનગરોમાં તાજેતરમાં ખાદ્યતેલોના વેપારીઓ પર સરકારી કનડગત વધ્યા પછી સેમ્પલો લઈ માલનો સ્ટોક સિલ કરવાની કાર્યવાહી થયા પછી આ સેમ્પલોના રિપોર્ટ આવતા લાંબો સમય નિકળી જતો હોવાથી બજારમાં ચિંતા બતાવાઈ રહી હતી. બજારના જાણકારોના જણાવ્યા મુજબ આવા રિપોર્ટ ૧૪ દિવસમાં આવી જવા જોઈએ તેના બદલે ઘણો બધો સમય લાગી જતો હોવાની ચર્ચા સંભળાઈ છે.
આના પગલે જે માલો સિલ કરેલા પડ્યા રહે છે તેની ગુણવત્તા પર પણ અસર થાય છે ઉપરાંત વેપારી વર્ગની મોટી રકમ પણ આમાં અટવાઈ રહેતી જોવા મળી છે. આવા માહોલમાં બજારમાં ચિંતા વધ્યાના નિર્દેશો મલ્યા છે. વિશ્વ બજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો વિવિધ ડિલીવરીમાં ૧૮, ૪૦, ૪૯ તથા ૫૨ પોઈન્ટ ઉંચકાયો હતો. જોકે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢીથી દસ ડોલર નરમ રહ્યા હતા. મલેશિયાથી પામતેલની કુલ નિકાસ માર્ચ મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં આશરે ૨૫થી ૨૬ ટકા જેટલી ઘટી હોવાનું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું.
આર્જેન્ટીનામાં ડ્રાય વેધર તથા બ્રાઝીલમાં વધુ પડતા વરસાદના પગલે સોયાબીનના પાક પર પ્રતિકૂળ અસર પડયાની ચર્ચા હતી. દરમિયાન, અમેરિકામાં આજે સાંજે પ્રોજેકશનમાં ભાવ સોયાતેલના ૬૭થી ૬૮ પોઈન્ટ પ્લસમાં રહ્યા હતા ઉપરાંત ત્યાં સોયાખોળ તથા સોયાબીનના ભાવ પણ પ્રોજેકશનમાં આજે સાંજે ઉંચા બોલાઈ રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ આયાતી પામતેલના વધી રૂ.૧૨૦૦ બોલાયા હતા. વેપારો ધીમા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ વધી રૂ.૧૧૦૫ રહ્યા હતા.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31