GSTV
Gujarat Government Advertisement

બંગાળ/ હવે નંદીગ્રામમાં લડાશે સૌથી મોટી ચૂંટણી : શુભેન્દ્રુ અધિકારી સામે મમતાએ કરી દાવેદારી, નોંધાવી ઉમેદવારી

Last Updated on March 10, 2021 by

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આજે નંદીગ્રામમાંથી આગામી વિધાનસભા ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા મમતા બેનરજી પહેલા શિવ મંદિરમાં પૂજા માટે ગયા હતા અને એ પછી પદયાત્રા કાઢીને ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા.

શુભેન્દ્રુ અધિકારીએ પણ આજે નંદીગ્રામમાં પોતાના કાર્યાલયનુ ઉદઘાટન કરી દીધુ

બીજી તરફ મમતા બેનરજીના હરિફ ઉમેદવાર શુભેન્દ્રુ અધિકારીએ પણ આજે નંદીગ્રામમાં પોતાના કાર્યાલયનુ ઉદઘાટન કરી દીધુ છે. આ પહેલા મમતા બેનરજી પગપાળા જ મહારુદ્ર સિધ્ધનાથ મંદિર પહોંચ્યા હતા અને ત્યાં પૂજા પણ કરી હતી તથા મહાદેવનો અભિષેક પણ કર્યો હતો.એ પછી તેમણે પોતાની ઉમેદવારીનોંધાવી હતી.જે મંદિરમાં આજે મમતા બેનરજીએ પૂજા કરી હતી તે 1000 વર્ષ જુનુ છે.

મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા

મમતા બેનરજી ઉમેદવારી નોંધાવવા માટે ગયા ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમની સાથે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, એક સમયે મમતાના સેનાપતિ ગણાતા શુભેન્દ્ર અધિકારી અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને આ હાઈપ્રોફાઈલ મુકાબલા પર દેશની નજર રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33