GSTV
Gujarat Government Advertisement

તિજોરી નાણાંથી છલકાઇ/ મોદી સરકારે ઘેરઘેર ગેસના સિલિન્ડર પહોંચાડ્યા પણ ભાવ કર્યા ડબલ, 2014માં 410માં મળતા ગેસની આજે આ છે કિંમત

Last Updated on March 10, 2021 by

પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે રાંધણગેસના ભાવ અતિશય વધી જતા સામાન્ય વર્ગના ખિસ્સા ખાલી થઇ રહ્યા જ્યારે બીજી બાજુ સરકારની તિજોરી નાણાંથી છલકાઇ રહી છે. તાજેતરમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પાછલા 7 વર્ષમાં રાંધણગેસના સિલિન્ડરની કિંમતો બમણી થઇ ગઇ અને હાલ 819 રૂપિયા એ પહોંચી ગઇ છે. જ્યારે ડીઝલ-પેટ્રોલ પર ટેક્સ ક્લેક્શનમાં 459 ટકાની વૃદ્ધિ થઇ છે. ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં આ વાત જણાવી હતી.

LPG ગેસ

7 વર્ષ પહેલા 410 રૂપિયા મળતો હતો LPG સિલિન્ડર

1 માર્ચ, 2014ના રોજ 14.2 કિગ્રાના LPG સિલિન્ડરની કિંમત 410.5 રૂપિયા હતી. ફેબ્રુઆરીમાં રાંધણગેસના ભાવમાં ત્રણ વખત વધારો થયો છે. જેમાં તાજેતરમાં 1લી માર્ચ 2021ના રોજ રાંધણગેસની કિંમત 25 રૂપિયા વધી છે. પ્રધાને કહ્યુ કે, સબસિડીવાળા સિલિન્ડરની કિંમત પાછલા કેટલાંક મહિનાઓમાં સતત વધી છે. ડિસેમ્બર 2020માં LPG સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી જે હાલ વધીને 819 રૂપિયા થઇ ગઇ છે. જો બીજા શબ્દોમાં કહેવુ હોય તો મોદી સરકારના 7 વર્ષના શાસનકાળમાં રાંધણગેસના ભાવ વધીને બમણા થયા છે. ભારતમાં જુલાઇ-2014માં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર રચાઇ હતી. પાછલા કેટલાંક વર્ષોમાં રાંધણગેસ અને સબસિડીવાળા કેરોસીનની કિંમતો વધવાની સાથે-સાથે તેની સબસિડી પણ નાબૂદ થઇ ગઇ છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ગરીબ લોકોને અપાતા કેરોસીનની કિંમત જે માર્ચ-2014માં 14.96 રૂપિયા હતી તે હાલ વધીને 35.35 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગઇ છે.

સરકારી તિજોરીઓ છલકાઇ

પેટ્રોલ અને ડીઝલની કિંમતો પણ સમગ્ર દેશમાં ઐતિહાસિક ઉંચાઇએ પહોંચી ગઇ છે, વર્તમાનમાં પેટ્રોલનો ભાવ 91.17 રૂપિયા અને ડીઝલનો ભાવ 81.47 રૂપિયા પ્રતિ લિટર છે. એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે તેની સાથે –સાથે તેમના ટેક્સના દર પણ વધ્યા છે જેનાથી સરકારી તિજોરીઓ છલકાઇ છે. ઇંધણ પરના ટેક્સથી સરકારને વર્ષ 2013માં 52,537 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી જે વર્ષ 2019-20માં વધીને 2.13 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગઇ. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ 11 મહિનામાં ફ્યૂઅલ ટેક્સથી સરકારન 2.94 લાખ કરોડ રૂપિયાની કમાણી થઇ છે. વર્તમાનમાં દેશમાં સરકાર દ્વારા પેટ્રોલ પર પ્રતિ લિટર 32.90 રૂપિયા અને ડીઝલ પર 31.80 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી વસૂલવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33