GSTV
Gujarat Government Advertisement

મોટો ખુલાસો/ નડ્ડાના બ્રાહ્મણવાદના રાજકારણે રાવતનો ભોગ લઈ લીધો?, આનંદીબેનની લાઈનમાં આવી ગયા

Last Updated on March 11, 2021 by

ઉત્તરાખંડમાં અંતે ભાજપે ત્રિવેન્દ્રસિંહ રાવતને બદલવાનો નિર્ણય લઈ લીધો. રાવતને સોમવારે દિલ્હી બોલાવાયા ત્યારથી જ તેમના રાજીનામાની અટકળો શરૂ થઈ હતી. મોદીએ અત્યાર લગી આનંદીબેન પટેલના અપવાદને બાદ કરતાં કોઈ મુખ્યમંત્રીને અધવચ્ચે હટાવ્યા નથી તેથી રાવત બચી જશે એવું લાગતું હતું પણ નડ્ડાના દબાણને કારણે રાવતે જવું પડયું.

મુખ્યમંત્રીને અધવચ્ચે હટાવ્યા નથી તેથી રાવત બચી જશે એવું લાગતું

નડ્ડાના દબાણને કારણે રાવતે જવું પડયું

ભાજપનાં સૂત્રોના મતે, નડ્ડા ઉત્તરાખંડના મુખ્યમંત્રીપદે કોઈ બ્રાહ્મણને બેસાડવા માગતા હતા તેથી રાવતનો ભોગ લેવાઈ ગયો. ઉત્તર પ્રદેશમાં ઠાકુર યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી છે ને ઉત્તરાખંડમાં પણ ક્ષત્રિય મુખ્યમંત્રી હોવાથી બ્રાહ્મણો નારાજ હોવાની રજૂઆત કરીને નડ્ડાએ રાવતને દૂર કરાવ્યા હોવાનું કહેવાય છે.

ભાજપ

આનંદીબેનની લાઈનમાં આવી ગયા

ક્ષત્રિય મુખ્યમંત્રી હોવાથી બ્રાહ્મણો નારાજ

સૂત્રોના મતે, રાવતને રાષ્ટ્રીય સ્તરે સંગઠનમાં હોદ્દાની ઓફર કરાઈ પણ રાવતે ઈન્કાર કરી દીધો છે. રાવતે બગાવતી તેવર બતાવીને ભાજપ નેતૃત્વ પરિવર્તનની કિંમત આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં ચૂકવશે એવી ચીમકી પણ આપી છે. રાવતે પત્રકાર પરિષદમાં પણ બાગી તેવર બતાવ્યા. રાજીનામાનું કારણ પૂછાતાં તેમણે કડવાશથી જવાબ આપ્યો કે, આ સવાલનો જવાબ દિલ્હી જઈને પૂછશો તો મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33