Last Updated on March 10, 2021 by
પશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા બેનરજીને હરાવવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે છતાં ભાજપની સરકાર નહીં રચાય એવા પોલથી ભાજપમાં ચિંતા છે. છેલ્લા બે દિવસમાં બહાર પડેલા બંને ઓપિનિયન પોલમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પાતળી સરસાઈથી સરકાર રચશે એવી આગાહી કરાઈ છે.
ઓપિનિયન પોલમાં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પાતળી સરસાઈ
ભાજપ ૨૯૩ બેઠકોમાંથી ૨૦૦ કરતાં વધારે બેઠકો જીતશે એવા દાવા ભાજપના નેતા કરે છે પણ બંને પોલમાં ભાજપ માંડ માંડ સો બેઠકોનો આંકડો પાર કરશે એવી આગાહી કરાઈ છે. આ પોલ પછી મોદીએ શાહ સાથે મંગળવારે સવારે લાંબી ચર્ચા કરી હોવાનું કહેવાય છે. આ ચર્ચામાં ભાજપનો આંકડો સોથી વધીને દોઢસો બેઠકોને પાર કરે એ માટે ભાજપના સાંસદોને કામે લગાડવાનો નિર્ણય લેવાયો હોવાનો સૂત્રોનો દાવો છે.
ભાજપના સાંસદોને કામે લગાડવાનો નિર્ણય લેવાયો હોવાનો સૂત્રોનો દાવો
બુધવારે એક વરસ પછી ભાજપ પાર્લામેન્ટરી પાર્ટીની બેઠક મળવાની છે. આ બેઠકને મોદી સંબોધશે કે નહીં એ નક્કી નહોતું પણ ઓપિનિયન પોલ પછી મોદી સંબોધન કરશે અને સાંસદોને કામગીરી સોંપશે એવો નિર્ણય લેવાયો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં નંદીગ્રામ વિધાનસભાની બેઠક ચૂંટણી જંગનું એપીસેન્ટર બની છે. મુખ્યમંત્રી મમતા બેનરજીએ ઉમેદવારી નોંધાવતા પૂર્વે મંગળવારે નંદીગ્રામમાં એક વિશાળ રેલી યોજી હતી. આ રેલીમાં હિન્દુકાર્ડના શરણે આવતાં મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, હું હિન્દુની પુત્રી છું. મને હિન્દુત્વ ન શીખવાડશો. આ સાથે તેમણે મંચ પરથી દુર્ગાપ્તશતીનો પાઠપણ કર્યો અને શિવરાત્રીના દિવસે તૃણમૂલ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની જાહેરાત પણ કરી હતી. વધુમાં મમતા બેનરજીએ જણાવ્યું કે, ગુજરાતમાંથી આવેલા આઉટસાઈડર્સને તેમનો આત્મા વેચી નાંખનારા લોકો નંદીગ્રામ ચળવળનું અપમાન કરી રહ્યા છે.
હું મારું નામ ભૂલી શકું છું, પરંતુ નંદીગ્રામ નહીં
મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, સિંગુર પછી નંદીગ્રામમાં જ આંદોલન થયું હતું. હું ગામની પુત્રી છું. નંદીગ્રામ ચળવળ વખતે મારા પર ખૂબ જ અત્યાચાર થયા હતા. હું મારું નામ ભૂલી શકું છું, પરંતુ નંદીગ્રામ નહીં. મંચ પરથી ચંડીપાઠ કરતાં મમતા બેનરજીએ કહ્યું કે હું હિન્દુ છું, કોઈ મને હિન્દુત્વ ન શીખવાડે. મને નંદીગ્રામ આવતા રોકવામાં આવી હતી. તે સમયમાં નંદીગ્રામની માતા અને બહેનો આગળ ન આવી હોત તો ચળવળ ચાલી ન હોત. મેં નંદીગ્રામના લોકોના પ્રેમના કારણે અહીંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે લોકોને કહ્યું કે તમે લોકો કહેશો કે મારે અહીંથી લડવું જોઈએ તો જ હું કાલે અહીંથી ઉમેદવારી નોંધાવીશ.
ગુજરાતમાંથી આવેલા બંગાળમાં ઈનસાઈડર બની ગયા
નંદીગ્રામમાં બીજા તબક્કામાં એટલે કે ૧લી એપ્રિલે મતદાન થવું છે. આ સાથે નંદીગ્રામમાં પોતાને આઉટસાઈડર ગણાવવાનો દાવો મમતા બેનરજીએ નકારી કાઢ્યો હતો. મમતાએ એક સમયના તેમના સાથી અને તાજેતરમાં ભાજપમાં જોડાઈ જનારા સુવેન્દુ અધિકારીની ઝાટકણી કાઢી હતી. સુવેન્દુ અધિકારીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે,મેં સાંભળ્યું છે કે કેટલાક લોકો મને નંદીગ્રામમાં આઉટસાઈડર ગણાવે છે. આ સાંભળીને મને આશ્ચર્ય થયું. મારો જન્મ અને ઉછેર પડોશી બિરભુમ જિલ્લામાં થયો છે અને જે મને આઉટસાઈડર ગણાવે છે તેમનો જન્મ મિદનાપોરમાં થયો છે. આજે હું આઉટસાઈડર બની ગઈ છું અને ગુજરાતમાંથી આવેલા બંગાળમાં ઈનસાઈડર બની ગયા છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31