Last Updated on March 10, 2021 by
પશ્ચિમ બંગાળમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય દળોમાં આરોપ-પ્રત્યારોપનો દોર જારી છે. દરેક પાર્ટી ચૂંટણીમાં મતનો ફાયદો ઉઠાવવા માટે દરેક તક ઝડપવા તૈયાર છે. રાજ્યમાં સત્તાધારી તૃણમુલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીની વચ્ચે કડક રસાકસી થવાની છે અને બંને પાર્ટીઓ પોતાની પૂરી તાકાત લાગાવી રહી છે.
હુગલીમાં ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીએ એક વીડિયો શેર કરીને ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીની નિયત પર પ્રશ્ન ઉઠાવ્યા. આ વીડિયોમાં કલ્યાણ બેનર્જી એક મહિલા ધારાસભ્યના ગાલ ખેંચતા જોવા મળી રહ્યા છે. લોકેટ ચેટર્જીએ વીડિયો શેર કરીને નિશાન સાધ્યુ અને લખ્યુ કે શુ આ જ મહિલા સશક્તિકરણ છે.
વીડિયો શેર કરતા લોકેટે ચેટર્જીએ લખ્યુ, ટીએમસી મહિલાઓએ સશક્ત બનાવી રહી છે?. આ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને નિવર્તમાન બાંકુરા ધારાસભ્ય છે જે ટિકિટ ન મળવાના કારણથી નિરાશ હતા. શર્મ આવવી જોઈએ.
જોકે વીડિયો વાયરલ થયા બાદ ખુદ કલ્યાણ બેનર્જીએ પણ પલટવાર કર્યો અને આની પર કડક પ્રતિક્રિયા આપી. તેમણે પણ પોતાના ટ્વીટર હેન્ડલથી એક વીડિયો શેર કરીને આ મામલે સ્પષ્ટીકરણ આપતા લોકેટ ચેટર્જીની માનસિકતા પર પ્રશ્ન ઉઠાવ્યા છે.
કલ્યાણ બેનર્જીએ બીજા એંગલથી તેના કાર્યક્રમનો વીડિયો શેર કરતા લખ્યુ, લોકેટ ચેટર્જીની ટ્વીટ તેમના ખરાબ મગજને દર્શાવે છે. તેમને ખબર નથી કે ભાઈ અને બહેન વચ્ચે શુ સંબંધ છે. લાંબા સમયથી આલોકા મારી બહેનની જેવી છે અને હુ બાંકુરાથી છુ, ગંદા વિચારવાળા લોકેટ ચેટર્જીને એ ખબર પડવી જોઈએ.
પશ્ચિમ બંગાળમાં આ વખતે આઠ તબક્કામાં ચૂંટણી થવાની છે. 294 બેઠક માટે થનારી આ ચૂંટણીનું પરિણામ બીજી મે એ આવશે. ભાજપ જ્યાં 200થી વધારે બેઠક જીતવાનો દાવો કરી રહી છે ત્યાં ટીએમસી પણ ફરીથી સરકાર બનાવવાનો દંભ કરી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31