GSTV
Gujarat Government Advertisement

જીતુ વાઘાણીએ કાપ્યું પત્તુ!, મેયર રેસમાં રહેલા વર્ષાબા પરમારનું નામ કપાતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

Last Updated on March 10, 2021 by

ભાવનગરના મેયર તરીકે રેસમાં રહેલા વર્ષાબા પરમારનું નામ કપાતા તેઓ આજે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. વર્ષાબા રોષે ભરાયા હતા. વર્ષાબા પરમારે પૂર્વ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી પર ગંભીર આરોપ લગાવ્યો. જીતુ વાઘાણીના કારણે તેમનું નામ કપાયું છે. વધુમાં તેમણે આક્ષેપ લગાવતા વર્ષા બાએ કહ્યુ કે, આ વખતે મેયર તરીકે જનરલ મહિલાની સીટ હતી..તેમ છતા બક્ષી પંચના મહિલાને મેયર બનાવ્યા છે.

મેયર તરીકે જનરલ મહિલાની સીટ હતી..તેમ છતા બક્ષી પંચના મહિલાને મેયર બનાવ્યા

જીતુભાઈ કીધું હતું કે જેની પેનલ તૂટશે તેમને કોઈપણ હોદ્દો આપવામાં નહીં આવે તેમ છતાં કીર્તિબેનને મેયર બનાવ્યા હોવાનો આક્ષેપ વર્ષાબાએ લગાવ્યો છે.

કીર્તિબેનને મેયર બનાવ્યા હોવાનો આક્ષેપ વર્ષાબાએ લગાવ્યો

ભાવનગરના 21મા મેયર તરીકે કીર્તિબેન દાણીધરીયાના નામની જાહેરાત થઇ છે.  જ્યારે કે ડેપ્યુટી મેયર તરીકે કુમાર શાહની વરણી થઇ છે. સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામેલીયાને બનાવાયા છે. તો શાસક પક્ષના નેતા તરીકે બુધાભાઈ ગોહિલ પસંદગી પામ્યા છે. મહાપાલિકામાં દંડક તરીકે પંકજસિંહ ગોહિલની પસંદગી થઇ છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33