Last Updated on March 10, 2021 by
ખેડૂત આંદોલનના મુદ્દે ભુપેન્દ્ર સિંહ હુડ્ડાની આગેવાનીમાં કોંગ્રેસની હરિયાણા વિધાનસભામાં બુધવારે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહી છે. તેના લગભગ 3 કલાક સુધી વિધાનસભામાં ચર્ચા થશે. અને ત્યાર બાદ હેડ કાઉન્ટ દ્વારા વોટિંગ કરવામાં આવશે. જો આંકડાઓ પર નજર નાખીયે તો ભાજપ-જેજેપી ગઠબંધન ઘણી જ મજબૂત સ્થિતિમાં છે.
પરંતુ જે રીતે ખેડૂત સંગઠનોએ સરકારનું સમર્થન કરી રહેલ જેજેપી અને અપક્ષ ધારાસભ્યો પર દબાણ બનાવ્યું છે કે તેઓ અવિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરે અને સરકારથી અલગ થઇ જાય. ત્યારબાદ, ક્યાંકને ક્યાંક ક્રોસ વોટિંગનો પણ ડર ગઠબંધન સરકારને લાગી રહ્યો છે.
વિધાનસભામાં શું છે સમીકરણ
જોકે, ભાજપ-બીજેપી સહીત કોંગ્રેસે પોતપોતાના ધારાસભ્યોને વ્હિપ જાહેર કરી કોઈપણ સંજોગોમાં પોતાની સાથે રાખવાના પ્રયાસો કર્યા છે. જો વિધાનસભાના આંકડાઓ પર નજર કરીયે તો અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ભાજપ-જેજેપી ગઠબંધન સામે મોટો પડકાર છે. તે દ્રષ્ટિએ જોવામાં આવે તો સમર્થન માટે ભાજપ-જેજેપી ગઠબંધનને 45 વોટની જરૂર છે. ગઠબંધન સરકાર પોતાના પક્ષે 55 વોટ હોવાનો દાવો કરી રહ્યા છે. જાણીયે શું છે સમીકરણ
30 ધારાસભ્યોના જોરે કોંગ્રેસે કર્યો અવિશ્વાસ પ્રસ્તાવ
હરિયાણાની કુલ 90 વિધાનસભામાંથી 88 સીટિંગ ધારાસભ્ય છે. કોંગ્રેસ પાસે 30 ધારાસભ્યો છે, સત્તા પક્ષ ભાજપ પાસે 40 ધારાસભ્યો છે, જયારે ભાજપને સમર્થન કરનાર સહયોગી પાર્ટી જેજેપી પાસે 10 ધારાસભ્યો છે. જયારે 5 અપક્ષ ધારાસભ્યોએ સરકારને સમર્થન આપ્યું છે, તો 2 અપક્ષ ધારાસભ્યોએ સરકાર માંથી સમર્થન પાછું ખેંચી દીધું છે.
જેજેપી ધારાસભ્યો પર વધી રહ્યા છે દબાણ
હરિયાણાની ગઠબંધન સરકારનો દાવો છે કે તેમની પાસે કુલ 55 ધારાસભ્યો છે, પરંતુ જેજેપીના કેટલાંક ધારાસભ્યો તાજેતરના ખેડૂત આંદોલનના સમર્થનમાં નિવેદન આપી ચુક્યા છે અને તેમના પર ગામોની પંચાયતોની સાથે સાથે ખેડૂત સંગઠનો ખટ્ટર સરકારને આપેલ સમર્થન પરત ખેંચી લેવા દબાણ કરી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31