GSTV
Gujarat Government Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 માર્ચે અમદાવાદની મુલાકાતે, ગાંધીઆશ્રમ ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ

Last Updated on March 10, 2021 by

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 12 માર્ચે અમદાવાદના ગાંધીઆશ્રમની મુલાકાતને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગાંધીઆશ્રમ નજીક આવેલા અભય ઘાટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાને સંબોધન કરશે. જ્યાં એરકંડીશનર ડોમ બનાવવામાં આવ્યો છે. ગાંધીઆશ્રમમાં સિક્યોરિટીને ધ્યાને રાખી ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે. આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ પણ થશે સાથે સાથે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં થશે 

‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં

ગાંધીઆશ્રમમાં સિક્યોરિટીને ધ્યાને રાખી ત્રણ ડોમ બનાવવામાં આવ્યા

ઉલ્લેખનીય છે કે તમામ તૈયારીઓને ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. સાથે જ બાપુના નિવાસ સ્થાન હૃદયકુંજ સહિત સમગ્ર આશ્રમમાં રંગરોગાણ પણ કરાયુ છે. સુરક્ષા અને વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવા માટે એસપીજીના ત્રણ અધિકારીઓ ગાંધીઆશ્રમની મુલાકાત પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્મ અંતર્ગત પ્રથમ કાર્યક્રમ 21 દિવસની દાંડીયાત્રાનો પણ પીએમ મોદી ફલેગ ઓફ કરશે

સુરક્ષા અને વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવા માટે એસપીજીના ત્રણ અધિકારીઓ ગાંધીઆશ્રમની મુલાકાત પણ લીધી

હાલ ગાંધી  આશ્રમના ડેવલપમેન્ટનો  બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને જેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલવામા આવ્યો છે. કેન્દ્ર સરકારની ફાઈનલ મંજૂરી બાદ કામગીરી શરૃ કરાશે.મહત્વનું છે કે ગાંધી આશ્રમના આર્કિટેકચર પ્લાન અને ડિઝાઈનિંગની જવાબદારી અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલને અપાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાતે આવવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમની મુલાકાતે આવવાના છે ત્યારે વડાપ્રધાન ગાંધી આશ્રમના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ બાબતે પણ ચર્ચા કરશે.ગાંધી આશ્રમના સંપૂર્ણ નવિનિકરણ પ્રોજેક્ટ માટે એક હજારથી બારસો કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે.

એક મહિનામાં પીએમ બીજી વખત ગુજરાતમાં

પીએમ મોદીની એક મહિનામાં બીજી મુલાકાત છે. આ પહેલા તેઓ કેવડિયા કોલોની ખાતે જોઈન્ટ કમાન્ડની બેઠકમાં હાજરી આપવા આવ્યા હતા, આ કાર્યક્રમમાં મંત્રીઓ અને 81 ગાંધી અનુયાયીઓ પણ જોડાશે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. આ મુલાકાતને લઈને રાજ્ય સરકારે પણ તડામાર તૈયારીઓ કરી છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33