Last Updated on March 10, 2021 by
ભાવનગર મહાપાલિકાને નવા મેયરના નામની મહોર લાગી ગઈ છે.ભાવનગરના મેયર તરીકે કિર્તી બહેન દાણીધારિયાની નિમણૂંક કરવામાં આવી છે. ડેપ્યુટી મેયર તરીકે કૃણાલ શાહની વરણી કરવામાં આવી છે. 52માંથી 44 સીટ જીતનારા ભાજપમા મેયર તેમજ વિવિધ કમિટીના ચેરમેનને લઈને અલગ અલગ નામોની ચર્ચાઓ શરૂ થઈ છે.
ભાવનગર મહાપાલિકાને નવા મેયરના નામની મહોર લાગી ગઈ
ભાવનગર માં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા અનામત છે..અને ૨૩ જેટલી મહિલાઓ ચૂંટાઈને આવેલી છે તેમાં ગત ટર્મમાં સૌથી લાયક અને શિક્ષીત મહિલા ઉમેદવાર તરીકે કીર્તિબેન દાનીધારીયા કે જેઓ એડવોકેટ નોટરી છે તેમનું નામ સૌથી આગળ નામ છે, જ્યારે વર્ષબા પરમાર કે જેઓ ગઈ ટર્મમાં કપાયા હતા..તેઓ સંગઠન માં સારી કામગીરી કરતા હોય તેમનું નામ પણ આગળ ચાલી રહ્યું છે, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતું વાઘાણીનો હાથ ઉચો રહે તો આ બંને માંથી એક આવી શકે છે.
- ભાવનગર ના 21મા મેયર તરીકે કીર્તિબેન દાણીધરીયા.
- ડે..મેયર.કુમાર શાહ.
- સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામેલીયા.
- પક્ષ ના નેતા બુધાભાઈ ગોહિલ.
- દંડક…પંકજસિંહ ગોહિલ
સાધારણ સભામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ સભ્યો વગેરેના નામની જાહેરાત કરી ઠરાવ થયો છે. તેમ મનપાના સુત્રોએ જણાવેલ છે. ભાવનગર મહાપાલિકામાં મેયર સહિતના મહત્વના પદ મેળવવા મોટાભાગના નગરસેવકો સપના જોતા હોય છે પરંતુ કેટલાક નગરસેવકોને મહત્વના પદ ભોગવવા મળે છે, જયારે કેટલાક નગરસેવકોની મનની મનમાં રહી જતી હોય છે.
હાલ ભાજપના ચૂંટાયેલા કેટલાક સિનીયર નગરસેવકો મેયર સહિતના મહત્વના પદ મેળવવા તલપાપડ હોવાનુ જાણવા મળેલ છે અને પદ મેળવવા એડીચોટીનુ જોર લગાવ્યુ હોવાનુ કહેવાય છે પરંતુ ભાજપે હજુ કોઈ પદાધિકારીનુ સત્તાવાર નામ જાહેર કરેલ નથી તેથી નામ અંગે હજુ અંદાજા માંડવામાં આવી રહ્યા છે. કેટલાક નામોની બે દિવસથી ખુબ જ ચર્ચા છે ત્યારે આ નામો પર મોહર મારવામાં આવશે કે કોઈ નવા નામ જ સામે આવશે ? તે જોવુ જ રહ્યું. જ્ઞાાતી સમીકરણના આધારે પદાધિકારી બનાવવાની ચર્ચા છે ત્યારે કેટલાક નગરસેવકોએ કમલમ સુધી ભલામણોનો દૌર ચલાવ્યો હોવાનુ કહેવાય છે. સાધારણ સભામાં જ સત્તાવાર નામ જાહેર કરવામાં આવશે સુત્રોએ જણાવેલ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31