GSTV
Gujarat Government Advertisement

ભારતીય નૌસેનાને મળી દુનિયાની સૌથી આધુનિક INS કરંજ સબમરીન, કેમ કહેવાય છે સાયલેન્ટ કિલર

Last Updated on March 10, 2021 by

દેશની સુરક્ષાની દ્રષ્ટિએ બુધવારનો દિવસ અત્યંત મહત્વનો સાબિત થયો. આજે સ્કોર્પિયન ક્લાસ સબમરીન INS કરંજ ભારતીય નૌસેનામાં સામેલ થઇ છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં સત્તાવાર રીતે INS કરંજને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી છે. તેનાથી દેશની દરિયાઈ શક્તિમાં અનેક ગણો વધારો થયો છે.

દુશ્મનો માટે સાયલેન્ટ કિલર

આઈએનએસ કરંજને સાયલેન્ટ કિલર કહેવામાં આવી છે. આ સબમરીન કોઈ જ અવાજ કર્યા વગર દુશ્મનની છાવણીમાં પહોંચી શકે છે અને તેને તબાહ કરવાની ક્ષમતા ધરાવે છે. INS કરંજ સબમરીન લગભગ 70 મીટર લાંબી, 12 મીટર ઊંચાઈ અને 1565 ટન વજનની છે. તેની એક સૌથી મોરી ખાસિયત એ છે કે તે કોઈ જ રડારની પકડમાં નથી આવતી.

શું છે ખાસિયતો INS કરંજ સબમરીનની

INS કરંજ મિસાઈલ અને ટોરપીડોથી સજ્જ છે અને સમુદ્રમાં માઇન્સ પાથરવામાં પણ સક્ષમ છે. લગભગ 350 મીટર ઉંડા દરિયામાં આઈએનએસ કરંજને તૈનાત કરી શકાય છે. તેમાં ઓક્સિજન બનાવવાની ક્ષમતા પણ છે જેનાથી લાંબા સમય સુધી પાણીની અંદર રહી શકે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33