Last Updated on March 10, 2021 by
કોરોનાના ત્રીજા રાઉન્ડની ભીતિ સર્જાતા પોલીસ ફરી વખત માસ્ક દંડ વસુલવા માટે પૂર્ણરૂપે સક્રિય બની છે. ચૂંટણીના દિવસોમાં દરરોજ 100 લોકો પણ દંડાતા નહોતા. હવે, તા. 3થી માસ્ક ન પહેર્યા હોય તેવા દરરોજ સરેરાશ 600 લોકોને ઝડપી લઈ એક-એક હજાર રૂપિયા દંડની વસૂલાત શરૂ કરવામાં આવી છે. જો કે, પોલીસ માસ્ક વગરના લોકોને અટકાવે તો અનેક લોકો એવી દલીલ કરે છે કે, ચૂંટણીમાં કોરોના યાદ નહોતો આવતો? લોકોના આ સવાલ અને દલીલ વચ્ચે પણ પોલીસે ઉપરથી આદેશ હોવાથી દંડ વસૂલાત ઝૂંબેશ સઘન બનાવવાનો વખત આવ્યો છે. એક તબક્કો એવો હતો કે, દરરોજ અઢી હજારથી વધુ લોકો પાસેથી માસ્ક દંડ વસુલાતો હતો.
એક તબક્કો એવો હતો કે, દરરોજ અઢી હજારથી વધુ લોકો પાસેથી માસ્ક દંડ વસુલાતો હતો
કોરોનાનો ત્રીજો રાઉન્ડ આવું… આવું થઈ રહ્યો હોય તેમ દિવસે ને દિવસે કોરોના દર્દીનો આંકડો વધી રહ્યો છે. જેમ કોરોના દર્દી વધે તેમ પોલીસનો માસ્ક દંડ પણ વધવા લાગે છે. અમદાવાદ શહેર પોલીસે છેલ્લા સાત દિવસથી કોરોના દંડની વસૂલાત વધુ સઘન બનાવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઈ તે સાથે જ કોરોનાના કેસ અને પોલીસનો દંડ ઘટવા લાગ્યાં હતાં. મતદાન અને મત ગણતરીના દિવસે તો પોલીસે એકપણ કેસ કર્યા નહોતા. ચૂંટણી આસપાસના દિવસોમાં તો દરરોજના 100 લોકો પણ દંડાતા નહોતાં. પરંતુ, ચૂંટણી પૂરી થઈ તે સાથે જ પોલીસ ધીમી ગતિએ કોરોના દંડ વસુલાતનો આંક વધારી રહી છે.
છેલ્લા સાત દિવસથી કોરોના દંડની વસૂુલાતનો આંકડો 500થી 600 આસપાસ સિૃથર થયેલો છે. તા. 27 ફેબુ્રઆરીએ 266 અને તા. 28મીએ 227 લોકો પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ એક-એક હજાર દંડ વસુલાયો હતો. જ્યારે, માર્ચ મહિનાની તા. 1ના રોજ 327, તા. 2ના રોજ 247, તા. 3ના રોજ 667, તા. 4ના 685, તા. 5મીએ 552, તા. 6ના 634, તા. 7ના 544, તા. 8ના 554 અને તા. 9ના રોજ 689 લોકો પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસૂલાત કરવામાં આવી હતી.
લોકો પાસેથી માસ્ક નહીં પહેરવા બદલ દંડ વસૂલાત કરવામાં આવી
પોલીસ સૂત્રોમાં ચર્ચા છે કે, માસ્ક નહીં પહેરેલા અનેક નાગરિકો એવી દલીલ કરે છે કે- તમને ચૂંટણી દરમિયાન કોરોના નોહોતો દેખાતો. આ પરિસિૃથતિમાં પણ લોકોની દલીલોના જવાબ આપીને પોલીસે દંડ વસુલાત ઝડપી બનાવવી પડી છે. ઉપરી અિધકારીઓ કોરોના માસ્ક દંડની કામગીરી બાબતે મૌખિક સુચના આપવા લાગ્યાં છે. લોકોના કચવાટ વચ્ચે પોલીસ સૂત્રોએ ઉમેર્યું કે, અિધકારીઓ નિયમીતપણે કોરોના દંડ વસૂલાત વધારવા માટે મૌખિક સુચના આપી રહ્યાં છે. ટ્રાફિક પોલીસ ઉપરાંત સૃથાનિક પોલીસ સ્ટેશનોમાં પોલીસને દંડ વસૂલાત સઘન બનાવવા સતત દબાણ સર્જવામાં આવી રહ્યું છે.
પોલીસને દંડ વસૂલાત સઘન બનાવવા સતત દબાણ
જો કે, હજુ સુધી દરરોજ ન્યુનત્તમ દંડ વસૂલાતના ટાર્ગેટ આપવામાં આવ્યાં નથી. દિવાળી પછી કોરોના વકરતાં પોલીસ સ્ટેશનોને દંડ વસૂલાત માટે ટાર્ગેટ અપાયાં હતાં. જો કોરોના અટકાવવા માટે સ્વયંજાગૃતિ નહીં દેખાય તો પોલીસને ફરી વખત ટાર્ગેટ આપવામાં આવે તો પણ નવાઈ નહીં.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31