GSTV
Gujarat Government Advertisement

રાજ્યમાં ખાનગી કોલેજો-યુનિ.ઓમાં બીજા અને ત્રીજા વર્ષના વર્ગો શરૂ કરવા સરકારની મંજૂરી, કલાસ-લેબ શરૂ

Last Updated on March 10, 2021 by

સરકારે રાજ્યની તમામ યુનિ.ઓ અને કોલેજોમાં પ્રથમ તબક્કામાં છેલ્લા વર્ષના અને ત્યારબાદ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે કલાસરૃમ શિક્ષણની મંજૂરી આપી હતી પરંતુ બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૃ કરાયા ન હતા ત્યારે કોલેજો-યુનિ.ઓના સંચાલક મંડળની રજૂઆતને પગલે સરકારે અંતે મંજૂરી આપી દીધી છે. સરકારે ખાનગી યુનિવર્સિટીઓ અને ખાનગી કોલેજોમાં બીજા અને ત્રીજા વર્ષના વર્ગો શરૃ કરવા મંજૂરી આપતો ઠરાવ કર્યો છે.

સરકારે ખાનગી યુનિવર્સિટીઓ અને ખાનગી કોલેજોમાં બીજા અને ત્રીજા વર્ષના વર્ગો શરૃ કરવા મંજૂરી આપતો ઠરાવ કર્યો

એસોસિએશન ઓફ સેલ્ફ ફાઈનાન્સ કોલેજીસ દ્વારા સરકારને કોલેજોમાં ખાસ કરીને ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી સહિતના ટેકનિકલ કોર્સમાં બીજા અને ત્રીજા વર્ષની કોલેજો પણ શરૃ કરવા રજૂઆત કરી હતી. છેલ્લા  વર્ષના અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કલાસરૃમમાં શિક્ષણ માટે સરકારે મંજૂરી આપી હતી પરંતુ હોસ્ટેલમાં એક રૃમમાં ચાર વિદ્યાર્થીને પ્રવેશ આપી શકાય તેમ ન હોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા અને હોસ્ટેલની મુશ્કેલી ન થાય તે માટે સરકારે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે કલાસરૃમ શિક્ષણની મંજૂરી ન આપી હતી. કોલેજ સંચાલક મંડળની રજૂઆતને પગલે સરકારે અંતે બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ ક્લાસરૃમ શિક્ષણની મંજૂરી આપી છે.

ક્લાસરૃમ શિક્ષણની મંજૂરી આપી

કલાસરૃમ શિક્ષણના અભાવે અને વિદ્યાર્થીઓ યુનિ.કોલેજમાં ન આવી શકતા ટેકનિકલ કોર્સના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ શીખવા માટે મુશ્કેલી પડતી હતી અને તેઓનો અભ્યાસ બગડી રહ્યો હતો.જેને પગલે સરકારે અંતે બીજા અને ત્રીજા અને વર્ષના વિદ્યાર્થીઓને પણ કોલેજોમાં બોલાવી શકવા અને લેબ-પ્રેક્ટિકલ માટે મંજૂરી આપી છે પરંતુ કોલેજો-યુનિ.ઓએ કોરોનાની ગાઈડલાઈનનું ખાસ પાલન કરવુ પડશે અને હોસ્ટેલના રૃમમાં માત્ર બે જ વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપી શકાશે.

હોસ્ટેલના રૃમમાં માત્ર બે જ વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા આપી શકાશે

ઉપરાંત જો વિદ્યાર્થી કોરોના કે અન્ય કારણોસર આવી શકે તેમન હોય તો આવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવાની વ્યવસ્થા કરવાની રહેશે. કોલેજો-યુનિ.ઓ ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૃ કર્યા બાદ શિક્ષણ વિભાગને જાણ કરવાની રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33