Last Updated on March 10, 2021 by
ક્રિપ્ટોકરન્સીની વૈશ્વિક બજારમાં આજે નવેસરથી તેજીનો પવન ફૂંકાયો હતો. બિટકોઈનના ભાવ ઉછળી 54000 ડોલરની સપાટીને કુદાવી ગયા હતા અને તેના પગલે તેનું માર્કેટ કેપિટલાઈઝેશન વધી 1000 અબજ ડોલરની ઉપર જતાં તેજીના નવા ઝોનમાં બજાર દાખલ થયાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. બિટકોઈનમાં આજે નવા મોટા ખેલાડીઓ દાખલ થયાની ચર્ચા પણ વિશ્વબજારમાં સંભળાઈ હતી.
બિટકોઈનના પગલે આજે અન્ય ક્રિપ્ટો કરન્સીઓના ભાવ પણ ઉછળતા જોવા મળ્યા હતા. આજે બિટકોઈનના ભાવ મોડી સાંજે પુરા થયેલા 24કલાકના ગાળામાં નીચામાં 50185થી 50190 ડોલર તથા ઉંચામાં 54810થી 54815 ડોલર થયા હતા તથા મોડી સાંજે ભાવ 54660થી 54665 ડોલર બોલાઈ રહ્યાના નિર્દેશો મળ્યા હતા.
બિટકોઈનમાં આજે વેપાર વોલ્યુમ 58થી 59 અબજ ડોલર જેટલું નોંધાયું હતું તથા કુલ માર્કેટ કેપિટલાઈઝેશન વધી 1000 અબજ ડોલરની સપાટી વટાવી 1020 અબજ ડોલર સુધી પહોંચ્યાના નિર્દેશો મળ્યા હતા. જોકે ફયુચર્સમાં બોલાતા પ્રિમિયમો ઘટયાના સંકેતો પણ મળ્યા હતા.દરમિયાન, અન્ય ક્રિપ્ટો કરન્સીઓ પણ આજે ઉંચકાઈ હતી.
ઈથેરના ભાવ નીચામાં 1710થી 1715 ડોલર રહ્યા પછી ઉંચામાં ભાવ 1855થી 1860 ડોલર થઈ મોડી સાંજે ભાવ 1825થી 1830 ડોલર બોલાઈ રહ્યા હતા. ઈથેરમાં આજે વેપાર- વોલ્યુમ 34થી 35 અબજ ડોલર થયું હતું તથા માર્કેટ કેપ વધી 210થી 211 અબજ ડોલર નોંધાયું હતું. ડચ શેરબજાર તથા એક્સચેન્જમાં ક્રિપ્ટો કરન્સીઓનું લીસ્ટીંગ થશે એવી વાતો પણ બજારમાં આજે સંભળાઈ હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31