Last Updated on March 10, 2021 by
ઉત્તર પ્રદેશ બસપાના પૂર્વ એમએલસી મોહંમદ ઇકબાલ અને તેમના પરિવાર વિરૂદ્ધના મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ 1097 કરોડ રૂપિયાની સાત સુગર મિલો ટાંચમાં લીધી છે તેમ અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સીની લખનઉ ઝોનલ ઓફિસે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ પ્રોવિઝનલ એટેચમેન્ટ ઓર્ડર ઇસ્યુ કર્યો હતો.
અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ મિલોની માલિકી ઇકબાલની છે અને આ મિલો કુશીનગર, બરેલી, દેઓરિયા, હરદોઇ અને બારાબંકી જિલ્લાઓમાં આવેલી છે. એજન્સીએ જણાવ્યું છે કે વર્ષ 2010-11માં આ મિલો ઇકબાલ અને તેમના પરિવારને ફક્ત 60.28 કરોડ રૂપિયામાં વેચવામાં આવી હતી. આ મિલો ડિસઇન્વેસ્ટમેન્ટ/સેલ પ્રોસેસ હેઠળ વેચવામાં આવી હતી.
ઇડીએ આરોપ મૂક્યો છે કે આ મિલો નમ્રતા માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ, ગિરિઆશો કંપની પ્રા લિમિટેડ નામની શેલ કંપનીઓના નામે ખરીદવામાં આવી હતી. આ કંપનીઓ પર ઇકબાલ અને તેના પરિવારનો અંકુશ હતો. આરોપીએ આ મિલો ડમી ડાયરેક્ટરો અને શેર વ્યવહારો ધરાવતી વિવિધ શેલ કંપનીઓ દ્વારા ગેરકાયદે નાણા દ્વારા હસ્તગત કરી હતી. ઇડીના જોઇન્ટ ડાયરેક્ટર(લખનઉ) રાજેશ્વર સિંહના જણાવ્યા અનુસાર આ કેસની તપાસ ચાલુ છે અને અન્ય કેટલાક લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઇડીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં સહરાનપૂરમાં પૂર્વ એમએલસીના પરિસરોમાં દરોડા પાડયા હતાં. ગેરકાયદે રેતીના ખનન અને સુગર મિલના વેચાણના સંબધમાં સીબીઆઇ અને સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસ(એસએફઆઇઓ) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસના આધારે ઇડીએ ઇકબાલ વિરૂદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31