Last Updated on March 10, 2021 by
પેટ્રોલ-ડીઝલની જેમ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત ગત કેટલાક મહિનામાં ધરખમ વધારો થયો છે. ગત બે મહિનામાં રસોઈ ગેસ સિલિન્ડરની કીંમતમાં 125 રૂપિયાનો વધારો થયો છે. એવામાં લોકોને રાહત આપવા મમાટે એક ડિજિટલ પેમેન્ટ કંપની ગેસ સિલિન્ડરના ભાવ 100 રૂપિયા સુધી ઓછા ભાવ ઉપલબ્ધ કરાવવાની સ્કીમ લાવી છે. જો તમે દિલ્લીમાં રહેતા હોય તો 819 રૂપિયામાં મળી રહેલા સિલિન્ડર તમને 100 રૂપિયાની ધટાડા સાથે મળી રહેશે. જે માટે તમારે સિલિન્ડર ખરીદતા સમયે ચૂકવણી Paytmથી કરવાની રહેશે.
Paytm અનુસાર જો તમારો પહેલો ગેસ સિલિન્ડર Paytm દ્વારા બુક કરો છો તો તમને 100 રૂપિયા સુધીની છૂટ મળી શકે છે. જેવા જ તમે પેમેન્ટ કરો છો કે, તમને એક સ્ક્રેચ કાર્ડ ઈશ્યૂ થશે. જેનાથી તમને ખ્યાલ આવશે કે, તમને કેટલુ કેશબેક મળ્યુ. એ જરૂરી નથી કે, કેશબેક 100 રૂપિયા જ મળે. બની શકે છે કે, તેનાથી ઓછા રૂપિયાનું પણ મળે. આ ઓફર 31 માર્ચ 2021 સુઘી જ છે.
તો નહિ મળે કેશબેક
પેટીએમમાં કેટલાક શરતો રાખવામાં આવી છે. એટલે કે, તેનો ફાયદે માત્ર એ લોકોને મળશે જો પ્રથમવાર સિલિન્ડર બુક કરાવી રહ્યા છે. જો તમે પહેલા પેટીએમથી બુકિંગ કરી ચૂક્યા છો તો, તમને આ ઓફરનો ફાયદો નહિ મળે. બીજી વાત તમે 31 માર્ચ સુઘી માત્ર એક જ સિલિન્ડર બૂકિંગ કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો. ચૂકવણી બાદ જે સ્ક્રેચ કાર્ડ તમને મળશે, તેને 7 દિવસની અંદર સ્ક્રેચ કરવુ પડશે. નહિ તો, વેલિડિટી ખતમ થઈ જશે. સ્ક્રેચ કરવા પર પણ રકમ મળશે જે 24 કલાકની અંદર તમારા પેટીએમ વોલેટમાં જોડાઈ જશે.
અમેઝોનમાં પણ 50 રૂપિયાનું કેશબેક
ઈન્ડિયન ઓઈલે એક ટ્વિટ કરીને જણાવ્યુ કે, જો તમે ઈન્ડિયનનો LPG સિલિન્ડર અમેઝોનથી બૂક કરો છો તો તમને 50 રૂપિયાનું કેશબેક મળશે. જે માટે તમારે અમેઝોન-પે દ્વારા સિલિન્ડરની ચૂકવણી કરવાની રહેશે. જે બાદ કેશબેક તમારા વૉલેટમાં આવી જશે. બંન્ને તરફથી ફાયદો ગ્રહકને જ થશે. પછી ભલે તે પેટીએમ દ્વારા સિલિન્ડર બુક કરાવો અથવા અમેઝોન-પે દ્વારા.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31