GSTV
Gujarat Government Advertisement

ફફડાટ/ જાફરાબાદમાં આદમખોર દિપડાનો આતંક, રહેણાંક વિસ્તારમાં બાળકી પર કર્યો હુમલો: બાળાનું સારવાર દરમ્યાન નિપજ્યું મોત

Last Updated on March 10, 2021 by

અમરેલીના જાફરાબાદ ખાતેથી ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે, જાફરાબાદના ના હેમાળ ગામે દિપડાનો આતંક જોવા મળ્યો છે. દિપડાએ રહેણાંક વિસ્તારમાં બાળકી પર હુમલો કર્યો છે. અને આ હુમલામાં ત્રણ વર્ષની બાળકીનું મોત નિપજ્યુ છે. હેમાળ ગામના તળાવ નજીક રહેતા અરજણભાઈ સાંખટની બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો..જે બાદ તેને જાફરાબાદની હોસ્પિટલ ખેસેડવામાં આવી હતી.

  • બાળકીને એમ્બયલન્સની મદદથી જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાઇ
  • ત્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કરી હતી
  • ઘટનાને પગલે વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી
  • ત્યાં લોકોએ દીપડાને પકડી પાડવા રજુઆત કરી હતી
  • વનવિભાગની સમજાવટ બાદ જાફરાબાદ હોસ્પિટલમાં પીએમ કરાયું.
  • વનવિભાગએ દીપડાને પકડવાની ખાતરી આપી હતી

જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી.. લોકોએ દીપડાને ઝડપી પાડવા માટે રજૂઆત કરી હતી..અને ઘટનાની ગંભીરતા જોતા વન વિભાગ પણ એક્શનમાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વન વિભાગે દીપડાને પકડવાની ખાતરી આપીને સમજાવ્યા બાદ પરિવારજનોએ બાળકીના પોસ્ટમોર્ટમને મંજૂરી અપાઈ હતી.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33