Last Updated on March 9, 2021 by
એન્ટીકરપ્શન બ્યુરોએ 50 લાખની લાંચ કેસમાં આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ સિંહ રાઓલ સામે વધુ એક ગુનો નોંધીને આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. આરોપી પ્રકાશસિંહ અગાઉ આણંદ ખાતેથી 50 લાખની લાંચ કેસમાં પકડાઈ ચૂક્યો છે. જેમાં આરોપી સામે હોદ્દાનો ગેરઉપયોગ કરીને ભાડાની દુકાનનો કરાર પૂર્ણ થઇ ગયો હોવા છતાં દુકાન નહીં ખાલી કરી હતી જેમાં એસીબી આરોપી પ્રકાશ સિંહની ધરપકડ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના આણંદમાં પોલીસ કર્મી પ્રકાશ સિંહ રાઓલ અંદાજે 50 લાખની રૂપિયાની લાંચ લેતા ACBના હાથે ઝડપાયો હતો. લાંચમાં પોલીસ કર્મચારી ઝડપાતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યના આણંદ, ખેડા અને અમદાવાદ ACBએ સંયુક્તપણે છટકું ગોઠવ્યું હતું. આ બાતમીના આધારે છઠકું ગોઠવીને પ્રકાશસિંહ રાઓલ નામના હેડ કોન્સ્ટેબલને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ત્યારે એક વાર ફરી એન્ટીકરપ્શન બ્યુરો દ્વારા આરોપી પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ સિંહ રાઓલ સામે વધુ એક ગુનો નોંધીને આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ છે.
ACB ની ટીમે પ્રકાશ સિંહને તેમની વિદ્યાનગર સ્થિત દુકાનેથી લાંચ લેતા ઝડપ્યો હતો. રાજ્યના ખંભાતના ખાતર કૌભાંડમાં સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જેમાં ફરિયાદીના પિતાને આરોપી નહીં બતાવવા અંગે મસ મોટી લાંચની રકમની માંગણી કરી હતી.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31