GSTV
Gujarat Government Advertisement

BIG NEWS: આખરે પાકિસ્તાની લોટરી લાગી ગઈ, ભારત આપશે કોરોનાની રસી, સાડા ચાર કરોડ ડોઝ આ મહિને મોકલાશે

Last Updated on March 9, 2021 by

ભારતે પાકિસ્તાનને કોરોના વેક્સીન આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનને 45 મિલિયન (સાડા ચાર કરોડ) ડોઝ ગાવી કરાક અંતર્ગત મળશે.પાડોશી દેશ પાકિસ્તાનને સીરમ ઈંસ્ટીટ્યૂટની વૈક્સીન કોવિશીલ્ડ આપવામાં આવશે. પાડોશી દેશ પાકિસ્તાનને વેક્સીન કરાર મુજબ આપવામાં આવશે, જે પાકિસ્તાન સાથે સપ્ટેમ્બર 2020માં કરાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનને સીરમ ઈન્સ્ટીટ્યૂટની વેક્સીન કોવિશીલ્ડ આપવામાં આવશે. 

પાકિસ્તાન

કરાર આધારિત પાક.ને મળશે રસી

તાજેતરમાં પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, ભારતની કોવિડ રસી કોવિશિલ્ડ પાકિસ્તાનમાં મોકલવામાં આવશે.ભારત અન્ય દેશોની માફકમાં ત્યાં પણ રસી મોકલશે. પાકિસ્તાનને જીએવીઆઈ રસી કરાર અંતર્ગત ભારતમાં નિર્મિત રસીના સાડા ચાર કરોડ ડોઝ આપવામાં આવશે.

જૂન સુધીમાં ટાર્ગેટ મુજબની રસી પહોંચી જશે

માર્ચના અંત સુધીમાં લગભગ 1.6 કરોડ કોરોના વૈક્સીનના ડોઝ પાકિસ્તાનમાં પહોંચી જશે અને સાડા કરોડનો ડોઝ જૂન સુધીમાં પાકિસ્તાનમાં પહોંચી જશે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પાકિસ્તાનને સીરમ ઈંસ્ટીટ્યુટની વૈક્સિન કોવિશીલ્ડ આપવામાં આવશે.

પાડોશી દેશમાં અત્યાર સુધીમાં આટલા લોકોને અપાઈ છે રસી

પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના સચિવ આમિર અશરફ ખ્વાઝાએ પીએસીને જણાવ્યુ હતું કે, દેશને ભારતમાં બનાવેલી કોરોના વૈક્સીન આ મહિને મળી જશે. ખ્વાઝાએ કહ્યુ હતું કે, અત્યાર સુધીમાં પાકિસ્તાનમાં 27.5 મિલિયન લોકોને કોરોના વૈક્સીન આપવામાં આવી છે. તેમાં ફ્રન્ટ લાઈન વર્કર અને વરિષ્ઠ નાગરિકો સામેલ છે.

તમને જણાવી દઇએ કે, પાકિસ્તાને અત્યાર સુધીમાં ચાર વેક્સિન, સિનોફ્રામ (ચીન) , ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા (બ્રિટેન), સ્પુટનિક-વી (રશિયા) અને કેન્સિનો બાયો (ચીન) નું રજિસ્ટ્રેશન કર્યું છે.

પાકિસ્તાનમાં કોરોનાની સ્થિતી

આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં કોરોના વાયરસના સંક્રમિતોની કુલ સંખ્યા 593,453 થઈ ગઈ છે. ત્યારે આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 13,281 લોકોના મોત પણ થાય છે. જ્યારે 563,823 દર્દીઓ આ વાયરસથી અત્યાર સુધીમાં સાજા થઈ ગયા છે.

પાકિસ્તાન ઢીલું પડ્યું

છેલ્લાં કેટલાંક દિવસોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં નરમાઈ જોવા મળી રહી છે. ભારત અને પાકિસ્તાને 25 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે તેઓ જમ્મુ-કાશ્મીર અને અન્ય વિસ્તારોમાં નિયંત્રણ રેખા પરના તમામ યુદ્ધવિરામ કરારનું કડક પાલન કરવા માટે સહમત છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33