Last Updated on March 9, 2021 by
અમદાવાદના સોલામાં સિનિયર સીટીઝન હત્યાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. જે ઘટનામાં આરોપી ભરતના પિતાએ જીએસટીવી સાથે વાત કરી હતી. જેમાં આરોપી ભરતના પિતાએ કબૂલાત કરી હતી કે, ‘ભરત રૂપિયા આપીને ગામડે જવા રવાના થઈ ગયો હતો.’ હત્યા કરનાર આરોપીના પિતાએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી.’
નોંધનીય છે કે, અમદાવાદના સોલામાં ડબલ મર્ડર કેસમાં ક્રાઇમ બ્રાંચે પકડેલા પાંચ આરોપીઓમાં ટીપ આપનાર ફર્નિચરના કારિગર ઉપરાંત તેનો ભાઈ, બનેવી અને મિત્ર સહિત કુલ પાંચ આરોપીઓ શામેલ છે. જેમાં આરોપીએ બહેનના લગ્ન માટે દહેજની જરૂરીયાત હોવાથી સમગ્ર ગુનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસમાં ભરત ગૌડ, રાહુલ ગૌડ, નીતિન ગૌડ, બ્રિજમોહન ગૌડ, આશિષ વિશ્વકર્માની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરાઇ છે.
આરોપી ભરત અને રાહુલ બે સગા ભાઈ છે તો નીતિન તેનો સાળો હોવાનું સામે આવ્યું છે. ભરત અને રાહુલની બેનના લગ્ન હોવાંથી સાસરીયા પક્ષે બુલેટ, ફ્રિજ અને ટીવીના દહેજની માંગણી કરી હતી. જે માટે તેને રૂપિયાની જરૂર ઊભી થઈ હતી. ગત 14 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી મૃતકના અશોકભાઈના ઘરે ફર્નિચર કામ માટે ગયો હતો. ત્યાં તેને નીતિનને પણ બોલાવ્યો હતો. તે સમયે મૃતકનો પરિવાર દુબઈ રહેતો હોવાનું સામે આવતા 15 દિવસ ચોરીનું પ્લાનિંગ કરી રેકી કરવામાં આવી હતી. ત્યાર બાદ ચોરીના ઈરાદે ઘરમાં ઘુસ્યા હતાં. રાત્રે કરફ્યુ હોવાથી વહેલી સવારનો સમય પસંદ કર્યો હતો. ઉપરાંત રેકી કરવા તથા ગુનાને અંજામ આપવા વડોદરાથી 3 બાઈક અને 20 જેટલા મોબાઈલની ચોરી કરી હતી. જેમાંથી બે બાઈકનો ઉપયોગ કર્યો હતો.
ઘટનાના દિવસે ભરતને છોડી અન્ય 4 આરોપી રાહુલ ગૌડ, નીતિન ગૌડ, બ્રિજમોહન ગૌડ, આશિષ વિશ્વકર્મા વૃદ્ધના ઘરમાં ગયા હતાં. ફર્નિચરના ફોટા પાડવાના બહાને ઘરમાં ઘુસીને અશોકભાઈને બેભાન કર્યા હતાં. બાદમાં જ્યોત્ષનાબેને પ્રતિકાર કરી સંખ્યાબદ્ધ ઘા મારી હત્યા નિપજાવીને 12 હજારની લૂંટ ચલાવી હતી. બેભાન થયેલા અશોકભાઈને પણ ઘા મારી ફરાર થયા હતાં પરંતુ કાર અથડાતા બાઈક પર ભાગી ગયા હતાં.
મહત્વનું છે કે આ ગુનામાં હાલમાં એક આરોપી રવિ શર્મા ફરાર છે. ત્યારે આ ઘટના એ સમાજ માટે લાલબતી સમાન છે. ઘરમાં આવતા કારીગરો ક્યારેક મોટી ગુનાખોરીનું કારણ બનતા હોય છે. ત્યારે આ ઘટનાથી એકલા રહેતા વૃદ્ધોએ સાવધાન થઇ જવાની જરૂર છે.
READ ALSO :
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31