Last Updated on March 9, 2021 by
રાજ્યમાં આગામી બે વર્ષમાં તમામ ગામડાઓને કિસાન સૂર્યોદય યોજના હેઠળ આવરી ખેડૂતોને દિવસે વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યુ હતુ કે, પ્રથમ તબક્કામાં રાજ્ય સરકારે ૩૫ હજાર કરોડના ખર્ચે આ યોજના હેઠળ ૪ હજાર ગામોને વીજળી પૂરી પાડવામાં આવી છે.
ગામડાઓ સુધી 24 કલાક વીજળી પહોંચાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું
આ સાથે ૨૪ કલાક થ્રી-ફેઇઝ ગુણવત્તાયુક્ત વીજળી ગામડાઓ સુધી પહોંચાડનારું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. સરકારે ૫૦૦-૫૦૦ મેગાવોટના ૧૨ ટેન્ડરો બહાર પાડ્યા છે. જેમાંથી ૧૦ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેમાંથી ૩ હજાર ૯૫૨ મેગાવોટ વીજળી રૂ.૧.૯૨ પૈસાથી રૂ.૨.૬૦ પૈસા લેખે ખરીદવામાં આવશે.
કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને વીજળી પૂરી પડાશે
જે આગામી ૧૨થી ૧૫ માસમાં મળશે. એ જ રીતે હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી ૩ હજારથી ૩ હજાર ૫૦૦ મેગાવોટ, સોલાર રૂફ ટોપ યોજનામાંથી ૧ હજાર ૫૦૦થી ૨ હજાર મેગાવોટ વીજળી મળશે. આમ જરૂરિયાત મુજબ વીજ ઉત્પાદન અને ખરીદી કરીને કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતોને વીજળી પૂરી પડાશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31