GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો ફફડાટ/ ગુજરાતમાં સુરત બન્યું નંબર વન : આજે 581 કેસો સાથે 2 લોકોનાં ચેપથી મોત, શાળા-કોલેજો બંધ કરવાની ચીમકી

કોરોના

Last Updated on March 9, 2021 by

ગુજરાતમાં કોરોના કેસોમાં ધરખમ વધારો થયો છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના 581 કેસ નોંધાયા છે. તો 453 દર્દીઓ સાજા થયા છે. તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થતા આજદિન સુધીમાં કુલ 4418 જેટલા દર્દીના મોત થઇ ચૂક્યા છે. હાલમાં 43 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 3338 જેટલી થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 147, અમદાવાદમાં 126, જ્યારે વડોદરામાં 93 જ્યારે રાજકોટમાં 58 કેસ નોંધાયા છે. જેથી આરોગ્ય તંત્રની ચિંતા વધી ગઇ છે. સુરતમાં  SOPનું પાલન નહીં કરનાર  શાળા કોલેજને બંધ કરવામાં આવશે. ગૃહિણી વધારે કોરોના પોઝિટિવ નોંધાઈ રહી છે. પહેલા 70% પુરુષો અને 30% મહિલાઓ પોઝિટિવ હતા.  શાળા કોલેજમાં ટેસ્ટિંગ કરી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે.


અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે મહાપાલિકા દ્વારા ભીડ એકત્ર કરનાર ખાણી-પીણીના એકમ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેથી હોટલ અને રેસ્ટોરન્ટના સંચાલકોમાં રોષ જોવા મળ્યો છે. હોટલના સંચાલકોનું કહેવું છે કે, લોકડાઉન બાદ માંડમાંડ ગાડી પાટા પર ચઢી હતી. ત્યારે આ પ્રકારની કામગીરી યોગ્ય નથી. તંત્ર દ્વારા હોટેલ અને રેસ્ટોરન્ટને ટાર્ગેટ કરવામાં આવે છે.

  • ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૮૧ નવા કેસ નોધાયા
  • રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૪૫૩ દર્દીઓ સાજા થયા
  • અમદાવાદ અને વડોદરામાં ૧-૧ દર્દીનું થયું મોત
  • સુરતમાં ૧૪૭, અમદાવાદમાં ૧૨૬, વડોદરામાં ૯૩ નવા કેસ

અમદાવાદની હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ. જ્યાં આઠ વિસ્તારમાં ખૂબ જ ભીડ જોવા મળી હતી. ભીડભાડવાળા સ્થળે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જો કે ચેકિંગ દરમિયાન પોતાના એકમો લોકોએ સ્વયંભૂ બંધ કરવાનું શરૂ કર્યું હતું. કોવિડ ઘટાડવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. સોલિડ વેસ્ટના ડાયરેક્ટરને કહ્યું હતુ કે રાત્રે મોટા દંડ કે સિલિંગની કાર્યવાહી કરવામાં નહિ આવે પણ ભીડવાળા એકમો બંધ કરવામાં આવશે. કેટલાક એકમોને સીલ કરાયા હોવાની માત્ર અફવા છે.

અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.સોમવારે એક જ દિવસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા નવ કોરોના સંક્રમિત સ્થળને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવાની ફરજ પડી છે. અગાઉ માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવેલા ચાર સ્થળમાંથી નિયંત્રણ દુર કરવામાં આવતાં આ સાથે શહેરમાં કુલ 50 માઈક્રોકન્ટેઈન્મેન્ટ સ્થળ થવા પામ્યા છે.શહેરમાં સોમવારે કોરોનાના નવા 126 કેસ નોંધાયા છે અને એક સંક્રમિત દર્દીનું મોત થયું છે.સૌથી ચિંતાજનક બાબત એ છે કે,શહેરમાં એકિટવ કેસની સંખ્યા 400 ઉપર પહોંચી છે.

નવા માઈક્રો કન્ટેઈનમેન્ટ સ્થળ

ઝોનસ્થળમકાનવસ્તી
દક્ષિણતપોવન એપાર્ટમેન્ટ1574
દક્ષિણરાજપથ બંગલો0430
દક્ષિણઘનશ્યામનગર1475
દક્ષિણરમણજોશીની ચાલી1135
પશ્ચિમચિત્રકુટ એપાર્ટમેન્ટ0416
દ.પશ્ચિમ ઓર્ચિડ હાર્મોની0415
દ.પશ્ચિમગાર્ડન રેસીડેન્સી-20418
ઉ.પશ્ચિમઆદિત્ય બંગલો1765
ઉ.પશ્ચિમઈન્દ્રપ્રસ્થ-844150

રાજ્યમાં એક વાર ફરીથી કોરોનાએ માથું ઉચક્યું છે ત્યારે દિવસે ને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. સુરત શહેરમાં ચૂંટણીઓ પૂર્ણ થતા ફરી કોરોના વાઈરસે ફરી ઉથલો માર્યો છે. સુરત સહિત જિલ્લામાં દરરોજ 100 કેસ પોઝિટિવ મળી આવતા તંત્ર પણ દોડતું થઇ ગયું છે. મહિલાઓમાં પણ કોરોનાના ચેપમાં વધારો જોવા મળ્યો છે. 100માંથી 40 મહિલાઓને કોરોના ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે. મહિલાઓમાં કોરોનાનું પ્રમાણ 30 ટકાથી વધીને 40 ટકા વધ્યું છે. એવામાં તાજેતરમાં જ સુરત મ્યુનિસિપલ કમિશ્નરે ટ્વિટ કરીને માહિતી આપી છે કે, ‘સુરતમાં જુદાં-જુદાં સ્ટ્રેન જોવા મળ્યો હોય એવાં વધુ ત્રણ દર્દીઓ સામે આવ્યાં છે.

એવામાં (2 UK strain B 1.1.7/1 South Africa B 1.1.351) હું તમામને અપીલ કરું છું કે, ‘કોઇ પણ જાતની નિષ્ક્રિયતા વગર માસ્કનો ઉપયોગ કરો અને ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળો અને સાવચેતી રાખો.’ સુરત શહેરમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે પાલિકા પણ હરકતમાં આવ્યું છે. ખાસ કરીને અઠવા, રાંદેર, અડાજણ, વેસુ, પીપલોદ સહિતના વિસ્તારોમાં પાલિકાએ સંક્રમિત વિસ્તારોના બોર્ડ લગાવી દીધા છે. આ વિસ્તારોમાં લોકોને નહીં જવા માટે પણ ચેતવણી આપવામાં આવી રહી છે.

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33