Last Updated on March 9, 2021 by
ગુજરાતમાં કોરોનાના ૫૦૦થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ સતત ચોથા દિવસે જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૫૫૫ નવા કેસ સામે આવ્યા છે જ્યારે એકનું મૃત્યુ થયું છે. હાલમાં ૩,૨૧૨ એક્ટિવ કેસ છે જ્યારે ૪૧ દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૨,૭૩,૯૪૧ છે જ્યારે કુલ મરણાંક ૪,૪૧૬ છે. માર્ચના પ્રથમ ૮ દિવસમાં જ રાજ્યમાં કોરોનાના ૪,૦૫૨ કેસ નોંધાઇ ચૂક્યા છે. બીજીતરફ સરકારે રસીકરણ અભ્યાન પણ ચલાવ્યું છે.
રાજ્યના સાવરકુંડલામાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં પૂજ્ય મોરારી બાપુએ કોરોનાની રસી લીધી હતી. રસી લીધા બાદ કથાકાર મોરારીબાપુએ નિવેદન આપ્યું હતું કે રસીકરણ વિશે લોકોમાં ગેરસમજ ન ફેલાય તેમજ વધુ સંખ્યામાં રસી લે તેવી મોરારિ બાપુએ ઈચ્છા વ્યક્ત કરી હતી.’
રસીકરણ વિશે લોકોમાં ગેરસમજ ન ફેલાય
છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં નોંધાયું હતું. ગુજરાતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૬૦% છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી ૧૨૦, સુરતમાંથી ૯૨, વડોદરામાંથી ૮૦ અને રાજકોટમાંથી ૭૦ એમ રાજ્યભરમાંથી કુલ ૪૮૨ દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ ૨,૬૬,૩૧૩ દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ ૯૭.૨૨% છે. ગુજરાતમા ંહાલ ૨૩ હજારથી વધુ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31