GSTV
Gujarat Government Advertisement

ગુજરાતનું ગૌરવ : JEE મેઈનમાં ગુજરાતનો છાત્ર 100 પર્સેન્ટાઈલ સાથે દેશમાં ટોપર, ફિમેલમાં દિશાએ જાળવ્યો દબદબો

Last Updated on March 9, 2021 by

કેન્દ્ર શિક્ષણ મંત્રાલય દ્વારા આ વર્ષથી ઈજનેરી પ્રવેશ માટેની JEE મેઈન પરીક્ષા ચાર વખત લેવાનું નક્કી કરાયુ છે ત્યારે ફેબુ્ર.માં લેવાયેલી પ્રથમવારની જેઈઈ મેઈન પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરી દેવાયુ છે.જેમાં ગુજરાતનો વિદ્યાર્થી ૧૦૦ પર્સેન્ટાઈલ સાથે દેશના છ ૧૦૦ પર્સેન્ટાઈલ વિદ્યાર્થીમાં આવ્યો છે.

ફિમેલમાં દિશાએ જાળવ્યો દબદબો

અમદાવાદના અનંત ક્રિષ્ના કિદમ્બી નામના વિદ્યાર્થીએ પુરા ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવ્યા છે અને જે ગુજરાતમાં પ્રથમ આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજે જેઈઈ મેઈન સેશન-૧ની પરીક્ષાની ફાઈનલ આન્સર કી અને પરિણામ જાહેર કરવામા આવ્યા છે.જેમાં દેશના કેટલા વિદ્યાર્થીએ ૧૦૦ પર્સેન્ટાઈલમેળવ્યા છે તેનુ લિસ્ટ અને કયા રાજ્યનો વિદ્યાર્થી સ્ટેટ ટોપર છે તેનું સ્ટેટ વાઈઝ ટોપર લિસ્ટ પણ જાહેર કરવામા આવ્યુ છે.સ્ટેટવાઈઝ ટોપર લિસ્ટમાં ગુજરાતમાંથી અનંત ક્રિષ્ના ૧૦૦ પર્સેન્ટાઈલસાથે સ્ટેટ ટોપર પણ છે અને દેશમાં પુરા ૧૦૦ પર્સેન્ટાઈલ મેળવનારા ૬ વિદ્યાર્થીઓમાં પણ તેણે સ્થાન મેળવ્યુ છે. ૬ વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થી રાજસ્થાનનો છે અને બિ વિદ્યાર્થી દિલ્હીના છે તેમજ એક મહારાષ્ટ્રનો અને એક વિદ્યાર્થી ચંદિગઢનો છે.’

૬ વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થી રાજસ્થાનનો છે અને બે વિદ્યાર્થી દિલ્હીના છે તેમજ એક મહારાષ્ટ્રનો અને એક વિદ્યાર્થી ચંદિગઢનો

નેશનલટેસ્ટિંગ એજન્સી દ્વારા ૬ શિફ્ટમાં ૨૪મી ફેબુ્રઆરીથી ૨૬ ફેબુ્રઆરી દરમિયાન દેશ બહારના ૯ શહેરો અને દેશના વિવિધ શહેરો મળીને કુલ ૩૩૧ શહેરોમાં ૧૩ ભાષાઓમાં લેવાઈ હતી. પ્રથમવારની પરીક્ષામાં ૬,૫૨,૬૨૭ વિદ્યાર્થી નોંધાયા હતા,જેમાંથી ૬,૨૦,૯૭૦ વિદ્યાર્થીએ પરીક્ષા આપી છે. ચાર વિદ્યાર્થી ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં નોંધાયા હતા જેમાંથી બે વિદ્યાર્થીએ ટ્રાન્સજેન્ડર કેટેગરીમાં પરીક્ષા આપી છે. પરીક્ષા આપનારા ૬,૨૦,૯૭૦ વિદ્યાર્થીમાંથી ૧૮૫૬૭૪ યુવતીઓ અને ૪૩૫૪૦૨ યુવકો છે.

CBSE 10th Result

પરીક્ષા આપનારા ૬,૨૦,૯૭૦ વિદ્યાર્થીમાંથી ૧૮૫૬૭૪ યુવતીઓ અને ૪૩૫૪૦૨ યુવકો

જનરલ કેટેગરીના ૨,૭૧,૪૩૧ વિદ્યાર્થીઓ છે. ગુજરાતમાંથી ૩૫થી૪૦ હજાર જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપી હોવાનો અંદાજ છે અને ગુજરાતમાંથી ૯૯થી વધુ પર્સેન્ટાઈલ ધરાવનારા લગભગ ૮૦૦થી ૧૦૦૦ વિદ્યાર્થીઓ હોવાનો અંદાજ છે.અમદાવાદમાંથી આ વર્ષે ફેબુ્રઆરીમાં ,માર્ચમાં, એપ્રિલમાં અને મેમાં એમ ચાર વાર જેઈઈ મેઈન લેવાનાર છે.આ ચારેય પરીક્ષામાથી જે પરીક્ષામા હાઈએસ્ટ સ્કોર હશે તેને જ એડવાન્સ માટેના ક્વોલિફાઈંગ લિસ્ટમાં ધ્યાને લેવાશે. અમદાવાદના સુમિત ગાયકવાડે ફિઝિક્સમાં ૧૦૦ પર્સેન્ટાઈલ સ્કોર મેળવ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33