Last Updated on March 9, 2021 by
દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. સતત ત્રીજા દિવસે કોરોનાના નવા 18 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. સાથે જ વધુ 97 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જે સાથે જ કોરોનાના કુલ કેસોનો આંકડો 1,12,29,398એ પહોંચ્યો છે. જ્યારે સતત છઠ્ઠા દિવસે એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે અને હાલ દેશભરમાં આંકડો 1,88,747એ પહોંચ્યો છે જે કુલ કેસોના 1.68 ટકા છે. જ્યારે કેન્દ્રએ દાવો કર્યો છે કે ભારતમાં કોરોના હવે અંત તરફ આગળ વધી રહ્યો છે.
ભારતમાં કોરોના હવે અંત તરફ આગળ વધી રહ્યો છે
બીજી તરફ જે નવા કેસો સામે આવી રહ્યા છે તેમાં 86.25 ટકા માત્ર છ રાજ્યોના છે, આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટકનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 11,141 નવા કેસો સામે આવ્યા છે જે દેશના નવા કુલ કેસોના 59.90 ટકા છે. કેરળમાં પણ નવા 2100 કેસો નોંધાયા છે. હાલ સૌથી ખરાબ સિૃથતિ ફરી મહારાષ્ટ્રની છે. જ્યા સરકાર વધુ આકરા પ્રતિબંધો લાગુ કરવાનું વિચારી રહી છે.
સૌથી ખરાબ સિૃથતિ ફરી મહારાષ્ટ્રની
હાલ દેશભરમાં રિકવરી રેટ ઘટીને 96.91 ટકાએ આવી ગયો છે જે આ પહેલા વધારે હતો. જ્યારે મૃત્યુઆંક પણ વધીને હવે 1,57,853એ પહોંચી ગયો છે. જ્યારે મૃત્યુદર હવે 1.41 ટકાએ છે. ટેસ્ટનું પ્રમાણ પણ વધારી દેવાયું છે.
અત્યાર સુધીમાં કુલ 22.19 કરોડ સેંપલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું
અત્યાર સુધીમાં કુલ 22.19 કરોડ સેંપલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. જ્યારે એક જ દિવસમાં વધુ 5,37,764 સેંપલનું ટેસ્ટિંગ કરાયું હતું. હાલ કેરળમાં મતદાનનો સમય નજીક આવી રહ્યો છે એવામાં રસીની અછતના અહેવાલો સામે આવ્યા છે. જેને પગલે કેરળને કોવેક્સિનના વધુ 48 હજાર ડોઝ આપવામાં આવ્યા છે.
કોવેક્સિનના વધુ 48 હજાર ડોઝ આપવામાં આવ્યા
દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને કહ્યું હતું કે ભારત હવે કોરોના મહામારીના અંત તરફ આગળ વધી રહ્યો છે. સતત ત્રીજા દિવસે પણ કોરોનાના નવા 18 હજારથી વધુ કેસો સામે આવ્યા છે ને બીજી તરફ કેન્દ્ર સરકારનો દાવો છે કે ભારત કોરોના મહામારીના અંત તરફ આગળ વધી રહ્યો છે. હર્ષ વર્ધને કહ્યું હતું કે ભારતમાં કોરોના હવે અંત તરફ આગળ વધી રહ્યો છે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31