Last Updated on March 8, 2021 by
વિશ્વ મહિલા દિવસ પર પોતાનું ઘર ખરીદનારાઓને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ મોટી ભેટ આપી છે. મહિલાઓ માટે SBIએ હોમ લોનના વ્યાજ દરોમાં કાર મુક્યો છે. ઓફર હેઠળ હવે મહિલાઓને 5 BPSની વધારીની છૂટ આપવામાં આવી છે. તે ઉપરાંત ઘરેણાની ખરીદી પર પણ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે.
SBIએ ટ્વિટ કરી આપ્યા અભિનંદન
SBIએ ટ્વિટ દ્વારા મહિલાઓને અભિનંદન પાઠવ્યા છે. SBI લખ્યુ કે, Happy Women’s Day to all the incredible women! Shine on… Not just today but everyday’.
ઘરેણા પર ડિસ્કાઉન્ટ
મહિલા દિવસના પ્રસંગે SBI એ ઘરેણા પર પણ ઓફર આપી છે. કલ્યાણ જવેલર્સ, પીસી જવેલર્સ, તનિષ્કમાંથી શોપિંગનું પેમેંટ SBIની YONO એપથી કરવા પર 30 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે.
મહિલાઓ માટે સ્પેશલ ઓફર
SBIની સ્પેશલ ઓફરમાં મહિલાઓ માટે હોમ લોન પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. મહિલાઓ માટે 5BPSની વધારાનો કાપ કરાયો છે. તેનો મતલબ એ થયો કે, હવે મિલાઓને પુરુષોના મુકાબલે 0.05 ટકા સસ્તી લોન મળશે.
SBIની રેકોર્ડ સફળતા
હાલમાં જ SBIએ હોમ લોન સેકટરમાં મોટી સફળતા પ્રાપ્ત કરી છે. કુલ 34 ટકા માર્કેટ પર SBIની પકડ છે. SBIએ કુલ 5 લાખ કરોડ સુધીની લોન અત્યારસુઘીમાં આપી છે. SBIનો ટાર્ગેટ 2024 સુધીમાં આ આંકડાને 7 લાખ કરોડ સુધી પહોંચાડવાનો છે.
ઘરબેઠા મેળવો ઓફરની જાણકારી
SBIએ હોમ લોન માટે અલગથી કસ્ટમર કેર નંબર જારી કર્યો છે. જે પણ લોકો SBIથી હોમ લોન લેવા માંગે છે તે મોબાઈલ નંબર 72089-33140 પર ઘર બેઠા પુરી જાણકારી પ્રાપ્ત કરી છે.
read also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31