Last Updated on March 8, 2021 by
અમદાવાદમાં આગામી પાંચ દિવસ બાદ ઉનાળો અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી શકે છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 13 માર્ચથી મહત્તમ તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની પૂરી સંભાવના છે. લોકોએ આગામી દિવસોમાં કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે.
આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઉચકાશે
આજે દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 37.5 અને જ્યારે ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાન 19.7 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આગામી ચાર દિવસ 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે. પરંતુ 13 માર્ચથી ગરમીનું જોર વધશે અને તાપમાન 40 ડિગ્રીએ પણ પહોંચી શકે છે. ગત રાત્રિએ 13.5 ડિગ્રી સાથે વલસાડમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ધીમે ધીમે રાજ્યમાં ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યના 14 શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. અને આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઉચકાય તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.
હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી
આજે દિવસ દરમિયાન 37.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર-અમરેલીમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ સિવાય રાજ્યમાંથી અન્યત્ર રાજકોટમાં 37.6, ગાંધીનગરમાં 36.8, વલ્લભ વિદ્યાનગરમાં 36.7, વડોદરામાં 36.6, ડીસામાં 36.4, સુરતમાં 35.5, કેશોદ-ભાવનગરમાં 35.2, ભૂજમાં 35, દીવમાં 32.3, વલસાડમાં 34.5 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતના શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. જોકે, હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. હવામાન કચેરી અનુસાર ચાલુ માસ દરમ્યાન હજુ સવારે સામાન્ય દંડક અને બપોરે આકરી ગરમી પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એકાદ સપ્તાહ કરતા વધુ સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી ઠંડી સાવ ગાયબ થઇ ગઇ છે અને મોટા ભાગનાં સ્થળોએ સવારે ડબલ ડિઝીટમાં તાપમાન નોંધાવા લાગ્યું છે.
આ પહેલા જ ગરમીને લઈને પૂર્વાનુમાન જાહેર કરી ચૂક્યું
હવામાન વિભાગ આ પહેલા જ ગરમીને લઈને પૂર્વાનુમાન જાહેર કરી ચૂક્યું છે. જે પ્રમાણે ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપસમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતા જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31