GSTV
Gujarat Government Advertisement

રાજ્ય સરકારના આ મંત્રી પાસે આમ તો રાજ્ય કક્ષાનો હવાલો છે પરંતુ તેનો “ભાવ” કેબિનેટ મંત્રી જેવો, ડ્રાઈવરના પગારમાં પણ કરે છે કટકી

Last Updated on March 8, 2021 by

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હાલમાં વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે. આ સત્રમાં સરકારના જ એક મંત્રીના ડ્રાઈવરનો પગાર કાંડ ચર્ચાના ચગડોળે ચડ્યો છે વિધાનસભમાં ચાલતી ચર્ચા મુજબ માં આ મંત્રી પોતાના પગાર માં પણ કટકી કરી જાય છે… એવું અગાઉ અનેક વખત સાંભળ્યું હશે કે ગ્રાન્ટ માં ગોલમાલ કરવામાં આવી કે તેની ખાઈકી કરવામાં આવી પણ આ તો પોતાના ડ્રાઈવર નો જ પગાર ખાઈ જાય છે.’

રાજ્ય સરકાર ના આ મંત્રી પાસે આમ તો રાજ્ય કક્ષા નો હવાલો છે પરંતુ તેનો “ભાવ” કેબિનેટ મંત્રી જેવો હોય છે..

ચાલતી ચર્ચા મુજબ મંત્રીઓના ડ્રાઈવર ને 18 હાજર જેટલો પગાર આપવામાં આવે છે પણ આ “ભાવ” ધરાવતા મંત્રી 18 હજાર માંથી 10 હજાર ઘરભેગા કરી રહ્યા છે… આમ તો આ મંત્રીના વિસ્તારમાં ક્ષત્રિયો અને પાટીદારો વધારે રહે છે.. ચર્ચા તો એ પણ છે કે ડ્રાઈવરનો પગાર અને ગાડીના ડીઝલ ના પૈસા વિસ્તારના લોકો પાસેથી એકઠા કરે છે અને ખર્ચ કરે છે. તેમ છતાં ડ્રાઈવરના પગારના 10 હજાર રૂપિયા ઘરભેગા કરે છે..

Dormant Bank Account

આ મંત્રી જ્યારે પણ કોઈપણ જગ્યા એ નિવેદન કરે છે ત્યારે તેનો “ભાવ” બાળકો માટે વહાલ માટે હોય છે પણ પોતાના જ ડ્રાઈવર ના બાળકો માટે જાણે કે વ્હાલ ના હોય એ રીતે તેના મોઢાના કોળિયા સમય રૂપિયા ઘર ભેગા કરી લે છે .

પોતાના જ ડ્રાઈવર ના બાળકો માટે જાણે કે વ્હાલ ના હોય એ રીતે તેના મોઢાના કોળિયા સમય રૂપિયા ઘર ભેગા કરી લે છે

ચર્ચા એ પણ થઈ રહી છે કે આ મંત્રી પોતાના વિસ્તારમાં કામગીરી કરાવવાની હોય જેવી કે બાંકડા લગાવવા કચરા પેટી આપવી કે અન્ય સહાય રૂપી કામગીરી કરવાની હોય તેમ પણ ત્રણ ગણો ભાવ ભરી ને એ રૂપિયા પણ ઘર ભેગા કરી લે છે.. ધારાસભ્યો ની ગ્રાન્ટ ના રૂપિયા માંથી આ કામગીરી કરાવવા ના હોય જેમાં નાણાં પણ લોકો સુધી નહીં પહોંચાડી ઘર ભેગા કરી લેવા કાયમ તતપર રહેતા હોય છે આમ આ મંત્રી નો કાયમ “ભાવ” આપના સપના મની મની જેવો જ હોય છે.. આ મુદ્દો સરકાર ના અનેક મંત્રીઓ જાણે છે તેમ છતાં આ મામલે કોઇ સિનિયર નેતા ટકોર પણ નથી કરતા અને ડ્રાઈવર ને પૂરતો પગાર નથી અપાવતા અને ખાઈકી ઘરભેગી કરી રહ્યા છે તેને અટકાવતા પણ નથી જેને લઈને સરકારની આબરૂ ખરડાઈ રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33