GSTV
Gujarat Government Advertisement

BIG NEWS : ઉત્તરાખંડની રાજનીતિમાં નવા જૂનીના સંકેત, CM રાવતને હાઈકમાન્ડનું તેડું: હવે આ નામો ચર્ચામાં

Last Updated on March 8, 2021 by

ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવત સરકારને લઈને રાજકીય વાતાવરણ ગરમ થયું છે. પાર્ટીના રાજકીય કોરિડોરમાં નિરીક્ષકના અહેવાલ પર કેન્દ્રીય નેતૃત્વ આગામી પગલા અંગે નિર્ણયો કરે એ ચર્ચા અત્યંત ગરમ છે. બીજી તરફ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત આ ચર્ચાઓ વચ્ચે સોમવારે દિલ્હી જવા રવાના થયા હતા. તેઓ આજે ગારસૈનમાં એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા.માનવામાં આવી રહ્યું છે કે ભાજપ ત્રિવેન્દ્રસિંહ રાવતને હટાવી તાત્કાલિક એક નવા સીએમના નામની જાહેરાત કરી શકે છે. સીએમની રેસમાં અનેક નવા નામો બહાર આવ્યા છે.

સોમવારે દિલ્હી જવા રવાના થયા

ઉત્તરાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવત સરકારને લઈને રાજકીય વાતાવરણ ગરમ

ત્રિવેન્દ્ર સિંહ રાવત દિલ્હી પહોંચવાના છે. દહેરાદૂનમાં પાર્ટીના પર્યવેક્ષક રીતે નિરિક્ષક રીતે ગયેલા પૂર્વ મુખ્યમંત્રી રમણસિંહ અને બીજા પાર્ટી નિરીક્ષક ઉત્તરાખંડના પ્રભારી મહાસચિવ દુષ્યંત ગૌતમ પોતાનો રિપોર્ટ બીજેપીના હાઈકમાન્ડને સોંપી શકે છે.

તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત વિરુદ્ધ ઘણા મંત્રીઓ અને ધારાસભ્યોએ મોરચો ખોલ્યો હતો, ત્યાર પછી બીજેપી હાઈકમાન્ડે શનિવારે બે દિગ્ગજ નેતાએને પર્યવેક્ષક બનાવીને દહેરાદૂન મોકલ્યા હતા.દહેરાદૂનના બીજપુર ગેસ્ટહાઉસ ખાતે ભાજપના કોર ગ્રુપની બેઠક ચાલી રહી છે.

આ નામો સીએમ માટે આગળ આવ્યા

સૂત્રોનું માનીએ તો ઉત્તરાખંડના સીએમ બદલવાની રૂપરેખા તૈયાર થઊ ગઈ છે. જેમાં સીએમ ત્રિવેન્દ્રસિહ રાવતને બદલે પાર્ટી ધનસિંહ રાવત કે સતપાલ મહારાજ પર પસંદગીનો કળશ ઢોળી શકે છે. નવા સીએમ માટે હાલમાં ધારાસભ્યોમાં સહમતિ માટે પ્રયાસો ચાલી રહ્યાં છે. જો આ નેતાઓના નામ પર મંજૂરી ના મળી તો કેન્દ્ર તરફથી સીએમ તરીકે લોકસભાના સાંસદ અજય ભટ્ટ અને રાજ્યસભાના સાંસદ અનિલ બલૂનીનું નામ આગળ મૂકાશે.

આ બેઠકમાં સંસદીય બાબતોના પ્રધાન મદન કૌશિક, ઉચ્ચ શિક્ષણ પ્રધાન ધનસિંહ રાવત, તિરથસિંહ રાવત, ભાજપના સાંસદ નરેશ બંસલ, અજય ભટ્ટ, રાની રાજ્યલક્ષ્મી શાહ ઉપરાંત કેન્દ્રીય સુપરવાઈઝર રમણ કુમાર, સંગઠન મહામંત્રી અજય કુમાર, રાજ્ય પ્રભારી હાજર રહ્યા હતા. દુષ્યંતકુમાર, દહેરાદૂન.મેયર સુનિલ યુનિઆલ ગામા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઘટનાઓ એટલી ઝડપથી બની છે કે …

પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું કે કોર જૂથની બેઠકમાં હાજર દરેક સભ્ય સાથે રમણ સિંહે અલગથી વાત કરી હતી. બાદમાં રમણ સિંહ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસે પણ ગયા હતા જ્યાં પક્ષના લગભગ 40 ધારાસભ્યો હાજર હતા. સિંહ કોર ગ્રુપ મીટિંગ બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ઓફિસ પણ ગયા હતા. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન રમેશ પોખરીયલ નિશાંક પણ મુખ્ય સમૂહની બેઠકમાં ભાગ લેવાના હતા, પરંતુ કેટલાક કારણોસર તેઓ પહોંચી શક્યા નહીં. જોકે, રમણ સિંહ દિલ્હી પરત ફરતા પહેલા નિશાંકને અહીંના જોલી ગ્રાંટ એરપોર્ટ પર મળ્યા હતા. આવી ઝડપથી રાજ્યમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વધવા પામી છે. આવી અફવા છે કે કેન્દ્રીય નેતૃત્વ રાવતનાં વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે.

નેતૃત્વ પરિવર્તનની કોઈ શક્યતા નથી: બંશીધર ભગત

કેન્દ્રીય નિરીક્ષકોના અચાનક દહેરાદૂન અને ધારાસભ્યોના પરામર્શ માટે આવવા અંગે પૂછવામાં આવતા બંશીધર ભગતએ કહ્યું હતું કે, ‘રાજ્ય સરકારના ચાર વર્ષ પૂરા થતાં 18 માર્ચના રોજ 70 વિધાનસભા મત વિસ્તારોમાં યોજાનારા કાર્યક્રમોની ચર્ચા કરવા માટે આવ્યા છીએ. આ બેઠક માટે બોલાવવામાં આવી હતી. ”તેમણે કહ્યું કે રાજ્યમાં નેતૃત્વમાં પરિવર્તનની કોઈ સંભાવના નથી અને પાર્ટીના ધારાસભ્યોમાં કોઈ મતભેદ નથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33