Last Updated on March 8, 2021 by
વડાલીના ભજપુરામાં શનિવારે બપોરે અનેક શંકા-કુશંકાઓ વચ્ચે દલિત યુવકનો વરઘોડો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નીકળ્યો હતો. અજંપાભર્યા માહોલમાં 120 જેટલા પોલીસના કાફલા સાથે નિકળેલો વરઘોડો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતાં જિલ્લાના સમગ્ર તંત્રએ રાહત અનુભવી હતી.
ભજપુરા ગામે રહેતા નરેશભાઈ તેમના પુત્રના લગ્ન પ્રસંગે નિકળનાર વરઘોડા બાબતે ગામની અન્ય કોમના લોકોને વિરોધ હોવાનું જણાવી પોલીસ પ્રોટેકશનની માંગણી કરી હતી.
ગામમાં વરઘોડો શાંતિપૂર્ણ સંપન્ન થતાં પોલીસ તંત્રને રાહત : મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો
નરેશભાઈની આ પ્રકારની માંગણી બાદ સમગ્ર તંત્ર દોડતું થઈ ગયું હતું અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શનિવારે નિકળનાર વરઘોડા માટે એક ડી.વાય.એસ.પી.ના સુપરવિઝન હેઠળ ૨ પી.આઈ., પાંચ પી.એસ.આઈ., ૫૦ પુરૃષ પોલીસ તથા ૨૦ મહિલા પોલીસ અને એક વ્રજવાહનની ફાળવણી કરી હતી.
દરમિયાન શનિવારે બપોરે ભારે અજંપાભર્યા માહોલ વચ્ચે 120 પોલીસના કાફલા સાથે ધામ-ધુમથી વરઘોડો નિકળ્યો હતો. વરઘોડો સમગ્ર ગામમાં ફરવા છતાં શાંતિ જળાવઈ રહી હતી. શાંતિપૂર્ણ માહોલમાં વરઘોડો સંપન્ન થતાં પોલીસ સહિત સમગ્ર જિલ્લાના તંત્રએ રાહત અનુભવી હતી.
Read Also
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31