Last Updated on March 8, 2021 by
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ આજે કહ્યું હતું કે જૂની કાર અને અન્ય વાહનોને ભંગારમાં આપવા માગતા લોકો માટે નવી સ્ક્રેપિંગ પોલિસીમાં સારી જોગવાઇ છે. જૂની કારને ભંગારમાં આવી નવી કાર લેવામાં આવશે તો નવી કાર પર પાંચ ટકા સુધીની છૂટ મળશે. જો કે મોંઘી અને લક્ઝુરિયસ કારમાં ફરતા મંત્રી આવી રીતે સહજતાથી કારને ભંગારમાં આપવાની વાત કરે તે સ્વાભાવિક છે, પરંતુ મોટાભાગના ભારતીયો જૂની કારને વેચવાનું અને ખરીદવાનું પસંદ કરે છે.
લક્ઝુરિયસ કારમાં ફરતા મંત્રી આવી રીતે સહજતાથી કારને ભંગારમાં આપવાની વાત કરે તે સ્વાભાવિક
ટ્રાન્સપોર્ટ પ્રધાન ગડકરીએ આજે એક નિવેદમાં કહ્યું હતું કે સ્ક્રેપિંગ પોલિસી વિવિધ પરિમાણોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. પ્રદૂષણ ફેલાવતા વાહનો પર ગ્રીન ટેક્સ તેમજ જૂની કારને ભંગાર કરી નવી કાર લેનારા લોકોને ડિસ્કાઉન્ટી જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત વાહનો માટે દેશભરમાં ઓટોમેટિક ફિટનેસ સેન્ટર ઉભી કરવામાં આવશે.
દેશભરમાં ઓટોમેટિક ફિટનેસ સેન્ટર ઉભી કરવામાં આવશે
આ સેન્ટ પી.પી.પી. ધોરણે ઉભા કરવામાં આવશે. જેમાં હાથ ધરાતા ફિટનેસ ટેસ્ટમાંથી દરેક વાહને પસાર થવાનું રહેશે. ફિટનેસ ટેસ્ટના આધારે વાહન પરનો ગ્રીન ટેક્સ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત આ ટેસ્ટ પાસ ન કરનારા વાહનોને રસ્તાઓ પર ચલાવી શકાશે નહીં. જો આ વાહનો ચલાવવામાં આવશે તો તેના માલિકને દંડ કરવામાં આવશે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31