Last Updated on March 8, 2021 by
અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષ નેતા કોણ બનશે તેને લઇને કોંગ્રેસમાં હજુ અવઢવ ચાલી રહી છે. બુધવારે શહેરના ટાગોર હોલમાં નવી ટર્મની પહેલી બોર્ડ બેઠક મળવાની છે. આ બેઠકને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાઈને આવેલા કોંગ્રેસના 24 કોર્પોરેટરની એક પણ વખત મિટીંગ મળી નથી કે તેમના નેતાની પસંદગી પણ કરી શકાઈ નથી.
બેઠકને આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા
કોંગ્રેસના 24 કોર્પોરેટરની એક પણ વખત મિટીંગ મળી નથી કે તેમના નેતાની પસંદગી પણ કરી શકાઈ
કોર્પોરેશનમાં છેલ્લા બે દાયકામાં પહેલી વખત એવુ બનવા જઈ રહ્યુ છે જ્યારે શહેરના મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવતી હોય એવા સમયે પણ કોંગ્રેસ વિપક્ષ તરીકે પોતાના નેતાની પસંદગી કરી શકી નથી. વિપક્ષ નેતા નકકી થઈ ન શકવાના કારણે કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરોની પણ હજુ સુધી એક પણ બેઠક મળી શકી નથી.
કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટરોની પણ હજુ સુધી એક પણ બેઠક મળી શકી નથી
બુધવાર પહેલા કોંગ્રેસની બેઠક કોણ બોલાવે? એ પણ સવાલ છે.આ પરિસ્થિતિમાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરો વિપક્ષ નેતા વગર જ સીધા પહેલા બોર્ડમાં હાજરી આપવા મજબુર બને એવી રાજકીય સ્થિતિનું કોંગ્રેસમાં નિર્માણ થવા પામ્યું છે.
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31