GSTV
Gujarat Government Advertisement

મોટા સમાચાર/ ભાજપ આ રાજ્યમાં જીત્યું તો ગુજરાતમાં આવી જશે વહેલી ચૂંટણી: મોદી નહીં લે રિસ્ક, શરૂ કરો તૈયારીઓ

Last Updated on March 8, 2021 by

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભાજપ ફૂલફોર્મ છે. હવે ભાજપનો લક્ષ્યાંક ગુજરાત વિધાનસભામાં 140 કરતાં વધુ બેઠકો જીતવાનો છે ત્યારે ઉમરગામ ખાતે અભિવાદન સમારોહમાં વન મંત્રી પાટકરે એવુ સૂચક નિવેદન કર્યુ હતું કે, પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત થશે તો,ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ સમય કરતાં વહેલી યોજાઇ શકે છે.

BJP GUJARAT

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ સમય કરતાં વહેલી યોજાઇ

ભાજપ સરકારના મંત્રીના નિવેદનને પગલે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. મહાનગરપાલિકા,નગરપાલિકા અને પંચાયતોમાં ધાર્યુ પરિણામ મેળવી ભાજપે કોંગ્રેસના સૂપડા સાફ કરી નાંખ્યાં છે. હવે ભાજપના મંત્રી-નેતાઓ શહેરો-ગામડાઓમાં અભિવાદન સમારોહ યોજીને મતદારોનો આભાર વ્યક્ત કરી રહ્યાં છે.

અભિવાદન સમારોહ યોજીને મતદારોનો આભાર વ્યક્ત

ઉમરગામમાં અભિવાદન સમારોહમાં વન મંત્રી રમણ પાટકરે આમ આદમી પાર્ટીની કાર્યશૈલીના ભરપુર વખાણ કર્યા હતાં. સુરતમાં આપે સારો દેખાવ કર્યો છે. એટલું જ નહીં, આપના કોર્પોરેટરો પોતાના મત વિસ્તારમાં લાઉડ સ્પિકર લઇને પહોંચી રહ્યાં છે અને વિવિધ પ્રશ્નો ઉકેલી રહ્યાં છે.

ભાજપ

લોકોને મળતી પ્રાથમિક સુવિધાથી આપના કોર્પોરેટરો શહેરીજનોને જાગૃતિ કરી રહ્યાં છે ત્યારે મંત્રી પાટકરે ભાજપના કાર્યકરોએ આપમાંથી શીખ લેવા સલાહ આપી હતી. મંત્રી પાટકરે એવુ સૂચક નિવેદન કર્યુ હતુંકે, હાલમાં સૃથાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જબ્બર સમર્થન સાંપડયુ હતું. અત્યારે ચારેકોર ભાજપ-ભાજપ થઇ રહ્યુ છે.

અત્યારે ચારેકોર ભાજપ-ભાજપ

રાજકીય માહોલમાં મતદારોનો ભાજપ તરફી ઝોક રહ્યો છે ત્યારે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડ અને નેતાઓ પણ સારી પેઠે જાણે છેકે, અત્યારે આવા માહોલમાં ચૂંટણી કરી નાંખવી સારી. જો પિશ્ચિમ બંગાળમાં ભાજપ જીતશે તો , ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ સમય કરતાં વહેલી યોજાઇ શકે છે. ખુદ રાજ્ય કક્ષાના મંત્રીએ આવુ નિવેદન કરતાં રાજકારણ ગરમાયુ છે. એટલું જ નહીં, આ મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33