GSTV
Gujarat Government Advertisement

JEE Main 2021 Result: ફાયનલ આન્સર કી જાહેર : આજે જાહેર થશે રિઝલ્ટ, છાત્રો માટે આ રહી ડાયરેક્ટ લિંન્ક

Last Updated on March 8, 2021 by

ફેબ્રુઆરી સેશનની JEE Main 2021 એક્ઝાન રિઝલ્ટ આજે એટલે કે, 06 માર્ચ 2021ના રોજ સત્તાવાર વેબસાઈટ પર જાહેર થયુ છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા આજે શિડ્યૂઅલ અનુસાર રિઝલ્ટ 07 માર્ચ સુધી જાહેર થવાનું છે. એક વખત જાહેર થયા બાદ વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ પોતાના રિઝલ્ટ NTA સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર ચેક કરી શકાશે. એજન્સીએ 01 માર્ચના રોજ ફેબ્રુઆરી સેશનની એક્ઝામ માટે પ્રોવિઝનલ આંસર કી જાહેર કરી હતી. રિઝલ્ટની સાથે ફાઈનલ આંસર કી પણ જાહેર કરી છે.

માર્ચ સેશનની પરીક્ષા માટે આજે રજીસ્ટ્રેશનનો અંતિમ દિવસ

NTA JEE Main 2021 નું પ્રથમ સેશન 23થી 26 ફેબ્રુઆરીની વચ્ચે આયોજીત કરવામાં આવ્યુ હતું. પરીક્ષા હજૂ માર્ચ, એપ્રિલ અને મેમાં પણ આયોજન કરવાનું છે. પરીક્ષાનું આગામી સેશન 15થી 18 માર્ચ સુધી રહેશે, જેના માટે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ આજે એટલે કે, 06 માર્ચ છે. જે ઉમેદવારોએ અત્યાર સુધી માર્ચ સેશન માટે અપ્લાઈ નથી કર્યુ તે સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.

CBSE 10th Result

વધુ કોઈ પણ વિગત માટે સત્તાવાર વેબસાઈટ ચેક કરવી

વિદ્યાર્થીઓ એકથી વધારે સેશનમાં પરીક્ષા આપી શકે. દરેક સેશનમાં મેળવેલા નંબરમાંથી સૌથી બેસ્ટ સ્કોર માન્ય રાખવામાં આવશે. આ વર્ષે કોરોના મહામારીના કારણે સામે આવી મુશ્કેલીઓના કારણે પરીક્ષા 4 વાર આયોજીત કરવામાં આવી રહી છે. એજન્સીએ આગામી અઠવાડીયે માર્ચ સેશન માટે એક્ઝામના એડમિટ કાર્ડ જાહેર કરી શકે છે. પરીક્ષાના રિઝલ્ટ, આંસર કી, એક્ઝામ એપ્લિકેશન અથવા એડમિટ કાર્ડ જેવી દરેક જાણકારી માટે સત્તાવાર વેબસાઈટ પર ચેક કરવાનું રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33