GSTV
Gujarat Government Advertisement

જનમેદની આવી તાનમાં: હું અસલી કોબરા છું, એક ડંખ મારીશ તો ફોટો બનાવી દઈશ

Last Updated on March 8, 2021 by

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના ગરમાગરમ વાતાવરણ વચ્ચે આખરે ખ્યાતનામ અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઈ ગયા. કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીની રેલીમાં તેમણે ભાજપનો ઝંડો પકડી લીધો. તેમણે કહ્યું કોઈ તમારા અધિકાર આંચકી લેશે તો તમારા માટે ઊભો થઈ જઈશ.

ભાજપમાં જોડાતાં મિથુન ચક્રવર્તીએ મંચ પરથી હુંકાર કર્યો કે હું કોબ્રા છું, કોઈ તમારા અધિકારો આંચકી લેશે તો તમારા માટે ઊભો થઈ જઈશ. એક જ દંશમાં કામ તમામ કરી દઈશ. હું જોલધરા સાપ નથી. હું અસલી કોબ્રા છુું. એક જ ડંખમાં કામ તમામ કરી દઈશ. ભાજપના મંચ પરથી મિથુને તેમની ફિલ્મોના અનેક પ્રખ્યાત ડાયલોગ્સ બોલી લોકોનું મનોરંજન કર્યું.

મિથુને તેમની ફિલ્મોના અનેક પ્રખ્યાત ડાયલોગ્સ બોલી લોકોનું મનોરંજન કર્યું

મિથુને કહ્યું કે, મેં જીવનમાં કંઈક મોટું કરવાનું સપનું જોયું હતું, પરંતુ મેં ક્યારેય એક એવા મંચ પર રહેવાનું સપનું નહોતું જોયું, જ્યાં આટલા મોટા નેતા અને સૌથી મોટા લોકતંત્રના નેતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હોય. હું ૧૭ વર્ષનો હતો ત્યારથી સમાજના ગરીબ વર્ગો માટે કામ કરવા માગતો હતો અને આ ઈચ્છા હવે પૂરી થશે. લાંબા સમયથી મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઈને પક્ષના મુખ્યમંત્રીના દાવેદાર બની શકે છે તેવી ચર્ચા ચાલતી હતી.

લાંબા સમયથી મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઈને પક્ષના મુખ્યમંત્રીના દાવેદાર બની શકે છે તેવી ચર્ચા

એક સમયે રાજ્યસભામાં તૃણમૂલના સાંસદ રહેલા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાતા તૃણમૂલ કોંગ્રેસે તેમના પર શાબ્દિક હુમલો કર્યો હતો. તૃણમૂલ સાંસદ સૌગત રોયે કહ્યું કે મિથુન ચક્રવર્તી આજના સ્ટાર નથી. તેઓ વિતેલા જમાનાના સ્ટાર છે. તેમણે ચાર વખત પક્ષ બદલ્યા છે. તેઓ મૂળરૂપે એક નક્સલી હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33