GSTV
Gujarat Government Advertisement

જીવલેણ કોરોના વકર્યો/ સતત બીજા દિવસે 18 હજાર કેસો નોંધાયા, દેશના કુલ નવા કેસોમાં ૮૪ ટકા કેસો ગુજરાત સહિત છ રાજ્યોમાં

કોરોના

Last Updated on March 8, 2021 by

ભારતમાં અચાનક કોરોના વાઇરસના કેસોમાં વધારો થવા લાગ્યો છે. સતત બીજા દિવસે કોરોનાના નવા ૧૮,૭૧૧ કેસો સામે આવ્યા છે જ્યારે વધુ ૧૦૦ લોકોના મોત નિપજ્યા છે. જે સાથે જ કોરોનાના કુલ કેસોનો આંકડો ૧.૧૨ કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે એક્ટિવ કેસોની સંખ્યા પણ વધીને હવે ૧.૮૪ લાખને પાર પહોંચી ગઇ છે.

દેશમાં હાલ રિકવરી રેટ ૯૬.૯૫ ટકા છે. છેલ્લા ૨૪ કલાકમાં જ કોરોનાના વધુ ૧૮,૭૧૧ કેસો સામે આવ્યા છે. તે સાથે જ મૃત્યુઆંક પણ હવે ૧,૫૭,૭૫૬એ પહોંચ્યો છે, હાલ દરરોજ ૧૦૦ લોકો કોરોનાને કારણે જીવ ગુમાવી રહ્યા છે. જે નવા કેસો સામે આવી રહ્યા છે તેમાં મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, ગુજરાત સહિતના છ રાજ્યોના જ  ૮૪.૭૧ ટકા કેસો છે. મહારાષ્ટ્ર વધુ ૧૦,૧૮૭ કેસો સાથે દેશમાં ટોચના સ્થાને છે. જ્યારે કેરળમાં વધુ ૨૭૯૧, પંજાબમાં ૧૧૫૯ કેસો સામે આવ્યા છે. કેન્દ્રએ કેસો વધતા મહારાષ્ટ્ર અને પંજાબમાં ઉચ્ચ સ્તરીય ટીમોને તૈનાત કરી છે.

સાથે જ ૧૦ રાજ્યો એવા છે કે જ્યાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાને કારણે એક પણ મોત નથી થયું જ્યારે ૧૨ રાજ્યોમાં એકથી ૧૦ લોકોના મોત નિપજ્યા છે. ૨૪ કલાકમાં ૧૯ રાજ્યોમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નથી થયું. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષ વર્ધને દાવો કર્યો છે કે ભારતમાં કોરોના મહામારીના અંતની નજીક પહોંચી ગયા છીએ. સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ કોરોનાની રસી લઇ લે. અત્યાર સુધીમાં બે કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપી દેવામાં આવી છે. હાલ દરરોજ ૧૫ લાખ લોકોને રસી આપવામાં આવી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33