GSTV
Gujarat Government Advertisement

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: જો લગ્ન કરવાનો વાયદો શરૂઆતથી જ ખોટો હોય તો, બળાત્કાર માની શકાશે, નહીંતર…

Last Updated on March 7, 2021 by

સુપ્રીમ કોર્ટે એક મહત્વનો નિર્ણય આપતા જણાવ્યુ છે કે, મહિલા સાથે લગ્ન માટે કરવામાં આવેલો વાયદો જો શરૂઆતથી જ ખોટો હોય તો, તેને રેપ માનવામાં આવશે, અન્યથા તે રેપ નથી. વડી અદાલતે આ ટિપ્પણી કરતા રેપના એક આરોપી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ચાર્જશિટને રદ કરવાનો આદેશ આપ્યો છે. આ મામલો ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાનો છે.

વડી અદાલતનો ચુકાદો

જસ્ટિટ ડીવાઈ ચંદ્રચૂડ અને એમઆર શાહની ખંડપીઠે આ આદેશમાં આરોપી સોનૂ વિશેષ અનુમતિ અરજી પર આપ્યો હતો.સોનૂએ અરજીમાં એફઆઈઆર અને ચાર્જશિટ રદ કરવાનો આગ્રહ કર્યો હતો, કોર્ટે આદેશમાં કહ્યુ હતું કે, એફઆઈઆર અને ચાર્જશિટને વાંચવા માત્રથી તથા સાથે જ પીડિતના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, બંને વચ્ચે જે પણ સંબંધો બન્યા ત્યારે તેના તરફથી લગ્ન કરવાનો કોઈ ઈરાદો નહોતો. એવું પણ ન કહી શકાય કે, લગ્ન કરવાનો વાયદો ખોટો કર્યો હતો.

બંને વચ્ચે એક વર્ષ કરતા પણ વધારે સમયથી હતો સંબંધ

આ ખંડપીઠે પોતાના નિર્ણયમાં કહ્યુ હતું કે, આરોપી અને પીડિતની વચ્ચે જે સંબંધ બંધાયો તે, એકબીજાની સહમતીથી બંધાયો હતો. આ બંને સંબંધમાં દોઢ વર્ષથી જોડાયેલા હતા. બાદમાં જ્યારે આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી તો, તેના આધારે છોકરીએ એફઆઈઆર નોંધાવી. આ ફરિયાદમાં સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે, બંને વચ્ચે એક વર્ષ કરતા પણ વધારે સમયથી સંબંધ હતો.

છોકરાના પરિવારવાળાએ લગ્નની ના પાડી, છોકરીએ ફરિયાદ નોંધાવી

તેનો આરોપ હતો કે, લગ્ન માટે આરોપીના પરિવારવાળા રાજી હતા, પણ હવે લગ્ન માટે ના પાડી રહ્યા છે. તેના પરથી એવુ લાગે છે કે, તેમની એકમાત્ર ફરિયાદ સોનૂ સાથે વિવાહ નહીં કરવાની છે. કોર્ટે કહ્યુ હતું કે, આ મમાલે લગ્ન કરવાની ના બાદમાં પાડવામાં આવી છે. જેના આધારે ફરિયાદ નોંધાઈ છે. અમને લાગે છે કે, આ મામલે બળાત્કારનો કોઈ આરોપ બનતો નથી. કારણ કે, એવું કંઈ સામે આવ્યુ નથી કે, લગ્ન માટે ખોટા વાયદા કરવામાં આવ્યા બાદ સંબંધ બાંધ્યો હતો.

બે વાત સાબિત કરવાની થાય

ખંડપીઠે કહ્યુ હતું કે, પીબી પવાર વિરુદ્ધ મહારાષ્ટ્ર કેસમાં અમે એ નક્કી કરી ચુક્યા છીએ કે, કલમ 375 અંતર્ગત મહિલાની સહમતી ક્યારે અને કેવી રીતે થશે. આ સાબિત કરવા માટે બે વાત સ્પષ્ટ કરવાની થાય છે.

  1. લગ્ન માટે આપેલો વાયદો ખોટો હોવો, ખોટા ઈરાદા સાથે આપેલો હોય અને અરજીકર્તાના વાયદો કરવાના સમયે તેને પુરો કરવાનો કોઈ ઈરાદો ન હોય.
  2. આ ખોટો વાયદો તાજેતરનો જ હોય, તુરંત કરવામાં આવ્યો હોય અથવા તો, વાયદાનો મહિલા પર તેનો સંબંધ બનાવવા વિશે નિર્ણય લેવાનો સીધો સંબંધ હોય.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33