Last Updated on March 7, 2021 by
મહાશિવરાત્રિના મેળોના પ્રારંભ થયો છે જો કે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આ વર્ષનો ભવનાથનો મેળો યાત્રિકો વિહોણો હશે કેમકે કોરોના કાળના કારણે આ મેળો માત્રને માત્ર સાધુ સંતો પૂરતો જ સીમિત રખાયો છે.
મહાશિવરાત્રિના પર્વે ભવનાથ મેળો એ સદીઓથી ચાલી આવતી અતૂટ પરંપરા છે. પણ સામે કોરોના જેવી મહામારી છે જેથી મહામારી પણ ન વધે અને પરંપરા પણ ન તૂટે તેવા નિષ્કર્ષ સાથે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ભવનાથનો મેળો યાત્રિકો વિના જ યોજાયો છે.
સાધુ સંતોની હાજરીમાં ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ ભવનાથના મેળાનો પ્રારંભ કરાયો છે. આ વર્ષે કોરોના કાળ હોવાથી સાધુ સંતોએ શ્રદ્ધાળુઓને ઘરે બેસીને ભવનાથનો મેળો માણવાનું આહવાન કર્યું છે. કોરોના કાળ હોવાથી યાત્રિકોને ભવનાથ જવાની પરમિશન નથી અપાઇ રહી. જે લોકો બંદોબસ્તમાં છે તેવા લોકોને જ આરોગ્યની તપાસ થર્મલ ગનથી ટેમ્પરેચર પામીને ત્યારબાદ પ્રવેશ અપાઇ રહ્યો છે.
ભવનાથ મેળોના પ્રારંભ સાધુ સંતોની હાજરીમાં થયો છે હવે વિવિધ અખાડાના સાધુ સંતો ધૂણી ધખાવીને ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે. હવે મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ મૃગીકુંડમાં હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતોના સ્નાન અને મહાઆરતીની સાથે જ ભવનાથ મંદિરના મેળોની પૂર્ણાહૂતિ થશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31