GSTV
Gujarat Government Advertisement

સાંસદ મોહન ડેલકરના આપઘાતનું ઘુંટાતું રહસ્ય, પુત્રએ કરી ભાજપ અધ્યક્ષ સાથે મુલાકાત

Last Updated on March 7, 2021 by

દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકર આપઘાત કેસમાં તપાસ ચાલે છે. ત્યારે એક તરફ જ્યાં પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ મોહન ડેલકરના પરિવાર સાથે મુલાકાત કરી હતી તો બીજી તરફ તેમને પુત્રએ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે નિષ્પક્ષ તપાસની માંગ સાથે મુલાકાત કરી હતી.

ડેલકર

મોહન ડેલકરના પુત્રની પાટીલ સાથે મુલાકાત

મોહન ડેલકરના પુત્રની સાથે રાજકીય આગેવાનોએ સુરતમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી છે. મોહન ડેલકરના પુત્ર અભિનવ ડેલકરે સી.આરી. પાટીલને રજૂઆત કરીને નિષ્પક્ષ તપાસ થાય તેવી રજૂઆત કરી છે.

શંકરસિંહ બાપુ પહોંચ્યા પરિવારને મળવા

દાદરાનગર હવેલીના સાંસદ મોહનભાઈ ડેલકરના આપઘાત બાદ એક બાદ એક નેતાઓ તેમના ઘરે જઈ રહ્યા છે. ત્યારે વાપીની મુલાકાતે આવેલા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ સરકાર દોષિતોને સજા આપે તેવી માંગ કરશે તેમ હ્યુ હતુ. તેઓએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારના સત્તાધીશો તેમજ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને મોહન ડેલકર આપઘાત કેસમાં જે કોઈ સંડોવાયેલુ હોય તેને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરસે તેમ કહ્યું હતુ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33