Last Updated on March 7, 2021 by
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રવીવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLની 2021ની સીઝનનું શેડયૂલનું એલાન કર્યુ છે. IPLની 14મી સીઝનની શરૂઆત 9 એપ્રિલે ચેન્નઈમાં થશે. જયારે ફાઈનલ મુકાબલો 30 મેએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવામાં આવશે.
? BCCI announces schedule for VIVO IPL 2021 ?
— IndianPremierLeague (@IPL) March 7, 2021
The season will kickstart on 9th April in Chennai and the final will take place on May 30th at the Narendra Modi Stadium, Ahmedabad.
More details here – https://t.co/yKxJujGGcD #VIVOIPL pic.twitter.com/qfaKS6prAJ
નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં IPLની ફાઈનલ મેચ રમાશે
IPL 2021ની મેચ અમદાવાદ, ચેન્નઈ, દિલ્લી,મુંબઈ, કોલકત્તા અને બેંગલુરુમાં રમવામાં આવશે. 9 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ અને રૉયલ ચેલેંજર્સ બેંગ્લોરની વચ્ચે મેચ ટૂર્નામેન્ટનો આગાઝ થશે. લીગ સ્ટેગમાં દરેક ટીમ ચાર વેન્યૂ પર રમશે. ટૂર્નામેન્ટમાં 56 મેચ હશે. ચેન્નઈ, મુંબઈ, કોલકત્તા અને બેંગલુરુમાં 10-10 મેચ રમાશે. જયારે અમદાવાદ અને દિલ્લીમાં 8-8 મેચ રમાશે. IPLની આ સીઝનની સૌથી ખાસ વાત એ હશે કે, તમામ મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે.
IPLની આ સીઝનમાં ખાસ વાત એ છે કે, તમામ મેચ ન્યૂટ્રલ વેન્યૂ પર રમાશે. લીગ સ્ટેજમાં તમામ ટીમે 6 વેન્યૂમાંથી 4 પર પોતાની મેચ રમશે. બપોરે થનારા મેચની શરૂઆત 3.30 વાગ્યે થશે. તો સાંજે થનારા મેટની શરૂઆત 7.30 વાગ્યે થશે. કોરોના મહામારીને ધ્યાને રાખતા IPLના શરૂઆતના મેચ દર્શકો વગર જ રમાશે.
READ ALSO
- Dev post create for auto notification 35
- Dev post create for auto notification 34
- Dev post create for auto notification 33
- Dev post create for auto notification 32
- Dev post create for auto notification 31