GSTV
Gujarat Government Advertisement

મોદીના મંચ પર મિથુનની એન્ટ્રી: કેસરિયો લહેરાવી ભાજપને આપ્યું ગ્રાન્ડ સેલ્યુટ

Last Updated on March 7, 2021 by

અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાના બ્રિગેન મેદાન પહોંચ્યા છે. અહીંથી પીએમ મોદી ચૂંટણી સભાને સંબોધન કરશે. આ સ્થળેથી મિથુન ભાજપનો ખેસ ધારણ કરશે. અભિનેતામાંથી રાજનેતા બનેલા મિથુન ચક્રવર્તીએ ફરીવાર ભાજપ સાથે નવી રાજકીય સફર ચાલુ કરી છે. એક સમયે પોતાને ડાબેરી ગણાવતા મિથુન ચક્રવર્તી એક સમયે ટીએમસીમાં પણ સામેલ થયા હતા. અને હવે તેમણે ભાજપમાં સામેલ થઈ નવી ઈનિંગ્સ શરૂ કરી છે. ત્યારે જોઈએ મિથુન ચક્રવર્તીના રાજકીય કરિયર અંગે અમારો વિશેષ અહેવાલ.

મિથુન

બ્રિગેડ મેદાનમાં ઉમટી પડ્યું લોકોનું ઘોડાપુર

આજે પીએમ મોદી જે સ્થળે ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે તે સ્થળે લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. અભિનેતા મિથુન ચક્રવર્તી પણ અહીંથી ટૂંકું સંબોધન કરશે.

અભિનેતા મિથુન આજથી નવા રાજકીય કેરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. કોલકાતામાં બ્રિગેડ ગ્રાઉન્ડ પર યોજાનાર ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી રેલીમાં મિથુન ચક્રવર્તી પણ પીએમ મોદી સાથે મંચ પર હાજર રહેવાના છે. પશ્ચિમ બંગાળના ભાજપ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ શનિવારે રાત્રે મિથુન ચક્રવર્તી સાથે મુલાકાત કરી હતી. જોકે, બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીની રાજકીય એન્ટ્રી પર હજુ પણ અટકળો ચાલી રહી છે.

બંગાળ માટે મિથુનદાના મહત્વને સૌ કોઈ જાણે છે. તે એક મોટા ક્રાઉડ પુલર છે. 90ના દશકના તેમની ફિલ્મો સુપરહિટ રહેતી હતી. પોતાની ફિલ્મોમાં કરપ્શન, શોષણ અને અન્યાય વિરુદ્ધ લડાયક પાત્રો ભજવતા મિથુન ચક્રવર્તી હવે વાસ્તવિક જીવનમાં સક્રિય રાજકારણમાં આવી રહ્યા છે. જોકે, મમતા બેનર્જી તેમને પહેલા જ રાજ્યસભાના સાંસદ બનાવી ચુક્યા છે. પરંતુ, હવે તેઓ ભાજપના મંચ પર આવશે.

તેની અટકળો પહેલેથી લગાવાઈ રહી હતી, પરંતુ, ગત રાત્રે કૈલાશ વિજયવર્ગીયે તેમની સાથે મુલાકાત કરી તો અટકળો પણ ઘણાખરા અંશે અંત આવી ગયો હતો. વિજયવર્ગીયએ ટ્વીટ કારીની કહ્યું હતું કે, “મોડી રાત્રે કોલકાતાના બેલગાચિયા માં સિનેમા જગતના જાણીતા અભિનેતા મિથુન દા સાથે લાંબી ચર્ચા થઇ. તેમની રાષ્ટ્રભક્તિ અને ગરીબો માટે પ્રેમીની વાતો સાંભળીને મન ગદગદ થઇ ગયું.”

વિજયવર્ગીયની મિથુન દા સાથેની આ મુલાકાતથી રાજકીય તસ્વીર સ્પષ્ટ થવા લાગી છે. સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી મંચ પર પહોંચે તે પહેલા મિથુન દા ટૂંકું ભાષણ અપાશે. તેમણે ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૂંટણીઆ તેઓ ભાજપ માટે બંગાળી લોકો સમક્ષ વોટ પણ માંગશે. પરંતુ, ચૂંટણી લડશે કે નહીં તેના પર હજુ પણ સસ્પેન્સ ચાલી રહ્યું છે.

દાદા પર હજુ પણ સસ્પેન્સ

ચર્ચાઓમાં એક મહત્વનું નામ છે અને તે છે બીસીસીઆઈ પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલીનું. અટકળો લગાવવામાં આવી રહી છે કે પીએમ મોદી સાથે સૌરવ ગાંગુલી પણ મંચ પર હાજર રહી શકે છે. જોકે, હજુ સુધી સૌરવ ગાંગુલીએ પોતાની રાજકીય કારકિર્દીને કોઈ નિવેદન આપ્યું નથી. તેમના નજીકના લોકોનું પણ માનવું છે કે હાલ તેમનો રાજકીય કેરિયર શરૂ કરવાનો કોઈ વિચાર નથી. બંગાળ ભાજપના નેતા પણ સૌરવ ગાંગુલીને લઈને કઈ પણ સ્પષ્ટ નથી કહેતા જોવા મળી રહ્યા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

Dev post create for auto notification 35

Dev post create for auto notification 34

Dev post create for auto notification 33