Last Updated on March 7, 2021 by
ગુજરાતમાં કોરોના કેસમાં વધારો થતો જાય છે..ત્યારે ગુજરાતથી રાજસ્થાન જતા પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજીયાત કરાયો છે. વધતા કોરોના સંક્રમણને જોતા રાજસ્થા સરકારે 72 કલાક પહેલાનો આરટી પીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય એને જ પ્રવેશ અપાશે. તત્કાલિક અસરથી રાજસ્થાનને જોડતી તમામ ચેકપોસ્ટ પર તપાસ શરૂ થશે.
આરટી પીસીઆર રિપોર્ટ નેગેટિવ હોય એને જ પ્રવેશ અપાશે
અચાનક રાજસ્થાન સરકારના આ નિર્ણયથી ગુજરાત- રાજસ્થાન બોર્ડર પરના પ્રવાસીઓ મુંઝવણમાં મુકાયા છે. રાજસ્થાન સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરલ, પંજાબ મધ્યપ્રદેશના પ્રવાસીઓ માટે ફરજીયાત કોરોના ટેસ્ટનો નિર્ણય કર્યો છે.